________________
સાથે મળી ગયો. મળી જતાંમાં જ તેનું એક પૂતળું થયું તે કેવળ અગ્નિમય થયું ! તે શ્રીઠાકુરજી તથા પ્રીયાજીની સામે હાથ જોડી ઉભું રહ્યું ને પૂછ્યું કે શી આજ્ઞા છે ? તેઓએ કહ્યું કે તમે પૃથ્વી પર જાઓ અને દેવી જીવો જે બાકી રહ્યા છે તેઓને ઉદ્ધાર કરી અહીં તેડી લાવો. ત્યાથી તે તળું આવીને ૨ પારણ્યમાં પડયું. તેને લક્ષ્મણ ભટ્ટજીએ તથા ઈસ્લમગારૂજીએ ઉપાડી લીધું અને આગળ જતાં તેણે માર્ગ સ્થાપન કીધે. પછી જીવન ઉદ્ધાર કરવા માંડ્યો. ત્યારે તે વખતે તે બાપડા ૧૦૦, ૧૫૦ જન્મ્યા હતા તેને વલ્લભે ઉદ્ધાર કર્યો. પછી જેમ ખબર પડતી ગઈ તેમ અવતરતા ગયા, અને આ લોકો પણ પોતાનું સ્વરૂપ પિતાનાં છોકરાંઓમાં આવિર્ભાવ તીરભાવ કરતા ગયા. એટલે વલ્લભાચાર્યે પિતાનું સ્વરૂપ પોતાના બે છોકરાઓમાં મુક્યું, તેમાંથી મોટાને તે નાના ભાઈએ પાટ બેસાડી દીધે. બાકી એક ર તેણે પોતાનું સ્વરૂપ પિતાના સાત છોકરામાં મુક્યું. પછી તેઓ એક બીજામાં મુકતા ગયા ને છ પણ દેડીદડીને જેમ બને તેમ જલદી જન્મવા લાગ્યા.
આવી મૂર્ખાઇભરેલી વાતો વૈષ્ણવ ખરી માને છે અને તેઓને પ્રેમપૂર્વક સ્વસ્વ અર્પણ કરે છે. હવે એવી રીતનાં ભોળપણમાં ઠગાતા પ્રીય વૈષ્ણવભાઈઓને માટે કેટલાક અસંબધ તેમજ અશાસ્ત્રીય હકીકત વિચાર કરવા જણાવીયે છીયે.
૧ અહિ આગળ આઠમ અને સ્વકપલ કલ્પિત એવો ગલોક કહે છે. જે મરણ પછી મોજ માણવાની લાલચવાળા જીવોને આપસ્વાથી માણસે ખોટી લાલચ દેખાડી હોય તેવું દાખવે છે.
૨. વળી પિતાનાં પુસ્તકોમાં લખે છે કે, ગોલોકમાં જે જીવ જાય, તે પાછો કોઈ કાળે પૃથ્વિ પર પડે નહીં, ત્યારે આ છો પડ્યા તે કેમ, વારૂ ? હવે એમાં કયી વાત સાચી ને કયી ટી.