________________
|
31.
હવે એ અનેક પ્રકારે પશ્ચાતાપ કરવા લાગ્યા. નિરાશા ભરી ઉદાસીમાં તે શોરંભ, ગોકુલ યમુનાતટના કેટલાક સ્થાનમાં ભ્રમણ કરવા લાગ્યા. એક દિવસ એવામાં એમને દામોદરદાસ મળ્યા. ત્યાં તેમણે મોક્ષગતિ કેમ થાય તે સંબંધી સિદ્ધાંત બોધ આપે. આનું પુસ્તક તે દ્વાદશકુંજ એ નામે ઓળખાય છે. આથી એમને પુરૂષાર્થ કરવા મન થયું. ખૂબ યુક્તિ કરવા માંડી. અધિકારી, મુખિયા, ભીતરીયા વગેરેને મળીને ખૂબ તજવીજ કરી. છ મહિને અથાગ પ્રયત્ન મંદિરમાં પ્રવેશ કરવામાં ફાવ્યા. ધીરે ધીરે ચારાઈથી બધાને હાથ કરી લીધા ને કબજે હાથ કરતા ગયાં. થોડા વખતમાં એવું કરી મુક્યું કે ગોપીનાથના કુટુંબીઓને માત્ર અન્ન વસ્ત્ર મળે.
ગોપીનાથની સ્ત્રીને એકને એક પુત્ર હોવાથી આવાં કાર્ય સ્થાનમાં રહેવું ઉચિત લાગ્યું નહીં તેથી પોતાના પુત્ર બિચારા પુરૂષોતમ સાથે વિચાર કરી ત્યાંથી ખસી જવું તેણે યોગ્ય ધાયું. આથી બિચારા પુરૂષોતમજી વિદ્યા ભણવાને નિમીતે કાશી ગયા. ત્યાં જઈ વિદ્યાભ્યાસ કર્યાથી એ સંસ્કારી થયા. એમણે એની બાલ્યા વસ્થામાં જ ઘણે અનુભવ મેળવ્યો હતો. સંસારની અસારતા પ્રથમથી જ જોઈ હતી. આથી તે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સંન્યાસી થયા.
ગેન્દ્ર નામના સંન્યાસી પાસે દીક્ષા લીધી અને જગજીવન નામ રાખ્યું, છે. પણ અહીં જરા એમના સંબંધી ઘણું એક કથન અધુરૂ રાખી વિઠ્ઠલનાથજી સંબંધી કેટલીક વિગત વિચારીશું.
હવે ગુસાંઈજી તદ્દન સ્વતંત્ર જેવા હતા. કેઈ કાંટા રૂપે હવે એમના માર્ગમાં ન્હોતું. પુરૂષોતમ કાશી ગયા અને હેમના ગયા પછી હેમની મા પણ વધુ જીવી નહીં, અને ગોપીનાથજીની બે છોકરી તે ગુસાંઈજીના સ્વાધિનમાં રહેતી થઈ. ગુસાંઈજીને પોતાના વિસ્તારમાં ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુળનાથજી, રઘુનાથજી, અને યદુનાથજી, એ પ્રમાણે છે છોકરા અને શોભાવતીજી, યમુનાજી, કલાવતીજી, અને દેવકાંજી એ પ્રમાણે ચાર છેકરી થયાં હતાં. ઉપરાંત સત્યભામાજી, તથા લક્ષ્મીજી નામની બે ગોપીનાથજી પુત્રીઓ