________________
અતિઉત્સાહિ શરૂથી જ જોવામાં આવે છે, અને જ્યારે શ્રમ વિના કન્યા મળે છે, તો તેઓ તલપાપડ બની ગયા હતા, અને તેમાટે શિષ્યો સાથે અનેક યોજના છે. અનેક ચાતુર્યભર્યા ઉત્તરો ને સમાધાને શંકાશીલ શિષ્યો માટે શોધ્યા. અનેક કષ્ટ સહ્યાં. ગાદી સ્થાપન કરી અને પંથ પ્રચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા. આ બધું ગૃહસ્થાશ્રમમાં રહીને જ. અને સંન્યાસ માટે પત્નીની ઈચ્છા પૂછે છે તે તો બહુ કાળે. પિતે જે વિચારો સંન્યાસ માટેના કાર્યો અને શિયોને કહ્યા હતા, ( આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા છે.) તેથી તદ્દન આ સન્યાસ સ બન્ધી વિચાર ઉલટ હતું. આ પ્રમાણે મૂળના વિચારોનું પ્રાયશ્ચિત કેમ કર્યું તે હમજાતું નથી, પણ તે પછી અલ્પ સમયમાંજલશયન કર્યું એમનું કેલાસગમન થયું. માનવાને કારણ છે કે, આ સંન્યાસ નામ સંન્યાસજ હતો. આ ઉપરથી એક વાત ફલિત થાય છે કે આ પુષ્ટી માગીય સિદ્ધાંતમાં પ્રાચીન આર્યોના વર્ણાશ્રમના વાનપ્રસ્થને સંન્યાસ એ બે આશ્રમનું વિસ્મરણ કરવામાં આવ્યું છે. વાનપ્રસ્થની સંસાર તરફની અનાસક્તિ અથવા તો ઉદાસીનતા, કે શુદ્ધ સંન્યાસના તપ જીવનની મહત્તા કે સકલ સંસાર માટે જીવવાનું સ્વા૫ણ જ્ઞાનમય તપપરિધાનથી સબળ બનેલા જીવનની કલ્યાણ ભાવનાને આ સિદ્ધાંતમાં અવકાશજ નથી દેખાતે. બાકી આ અતિ ઉચ્ચ ભાવના આર્યજીવનમાં તે છે. એક પુસ્તકમાં “મર્યાદા માને પુષ્ટીમાર્ગને ભેદ નિરૂપણ કરતાં લેખક જણાવે છે મર્યાદા માગમાં દેહરક્ષાર્થ ભિક્ષાટન છે. અત્ર વિપ્રોગાનલ વડે દેહપાતાળું સવ સમુદ્યમ છે, એટલે દેહરક્ષાર્થ ભિક્ષાટન પણ ન રહ્યું વિશેષ અત્ર તે જ્ઞાન પણ સ્વાસ્થજનક હવાથી બાધક છે” અર્થાત ગૃહસ્થાશ્રમને જ પ્રધાનપદ છે. ગૃહસ્થાશ્રમના સુંદર રસજીવનની શુદ્ધ રસકળાને ને ધર્મકળાને આશ્રમમાં ઉપભોગ કરી તેનું શુદ્ધ સત્વ ચુશી પચાવી ઉપમદન ચુર્ણશઃ કરી તે વડે જીવન સંસિદ્ધ કરતે કરતે,-કરીને–વાનપ્રસ્થ ને સન્યાસના ઊંચા ગિરીસ્થલો પરથી સંસાર અને આત્મા જોવાની દૃષ્ટિ આથી ખંડિત થાય છે. ગૃહસ્થાશ્રમની ખ્વાર આ પ્રભુનું સ્થાન જ નથી. પ્રહકુંજની લીલાની બહાર સકલ સંસારના વિરાટ ભાવની મહાલીલાનું દર્શન જ !