________________
આવા આવા આલંકારિક વણને કેવળ સત્ય મનાય છે. * જગતમાં ભોળાને તે નથી. જ્યાં પરવશતા હોય છે, જયાં સ્વમાન નથી, જ્યાં આરામીયતની લાલસા હોય, જ્યાં આપબળ પર આધારપણું હોતું નથી, જ્યાં માત્ર તૈયાર, શ્રમ વિના સુફલ જોઈએ છે, જ્યાં માત્ર આરામીયતથી અતિમાં અતિ સુખલાલસા પ્રાપ્ત કરવાની વાસના થાય, ત્યાં એક ચમત્કાર માટેની વાત સાંભળી હજારો મનુષ્ય દેડા દેડી કરવા મંડી જાય, હજારે મનુષ્ય પ્રમાદિ અંધશ્રદ્ધાથી, અતિ આતુરતાથી દોડે છે. આવી રીતે કંઈ કંઈ સ્વાર્થથી-કંઇ કંઇ વિચારથી હજારો મનુષ્ય આવા સામ્ય ધમી બને છે. કાળ બળે તેમાં ને તેમાં જન્મ પરંપરાએ લાખ બને છે, છતાં અજ્ઞાન તેટલું જ રહે છે. ધર્મ શું તેનીયે ખબર નથી હોતી. પિતાના સાંપ્રદાયિક સિદ્ધાંત શું તે ખબર નથી હોતી. માત્ર વ્યવહારિક ન્યાતજાતની રૂઢીને ખાતર ધર્માની છાપ અને હેર રાખે છે, સંક્ષેપમાં જણાવીશું કે શ્રી વલ્લભાચાર્યનો ઈતિહાસ સામાન્ય રીતે આટલોજ છે. કોઈ પણ સુજ્ઞજનને રાગ દ્વેષમાં ન તણાતાં તટસ્થ વૃત્તિ રાખીને આ ધમની ઉત્પત્તિ જેવા અમે નમ્રતાથી વિંનતી કરીએ છીએ. .
પ્રકરણ ૨ જું, આગલા પ્રકરણમાં આપણે શ્રીમદ્ વલ્લભાચાર્યને જીવનની રૂપરેખા આંકી. અહીં આપણે હવે જરા આ ધર્મોત્પત્તિકારોના જીવનની એક બાબત તરફ લક્ષ્ય કરીશું. તે એકે લક્ષ્મણ ભટ્ટે હાનપણમાં પિતૃગહથી હારી જઈ હેનો ત્યાગ કરી સંન્યાસ લીધો હતો. તત્પશ્ચાત પિતાના કૌટુમ્બીઓ અને દીક્ષા આપનાર સંન્યાસીના આગ્રહ અને આજ્ઞા ને લીધે પાછા ગૃહાશ્રમી થઈ ત્રણ પુત્રના પિતા થયા એટલે વાસના ક્ષય વિનાને આ વિરાગ હતો. ગ્રહસ્થાશ્રમ તરફ તેને પ્રીતિ અનુકૂળ સંગમાં હેવી જ જોઈએ. આ પ્રમાણે વાસ્તવિક રીતે તો તે ગૃહસ્થાશ્ર મીજ હતા. શ્રી વલ્લભમાં કઈ બીજ રૂપ રંગ છે. એ તો પરણવા
* આ પ્રમાણે સહજાનંદ, ને છેક અત્યારે ઉપેન્દ્ર ભગવાન સુધી આ કારની માન્યતા ચાલતી જેનામાં આવે છે...