________________
દહાડે ભગવાને શ્રી વલ્લભાચાર્યને દર્શન આપ્યા. તે પણ યુક્ત નથી. કારણ ઘડિક પિતેજ ભગવાન બને ઘડિકમાં બીજા ભગવાન દર્શન આપે આ પરસ્પર વિરોધ આવે છે. “આચાર્યજી મહાપ્રભુજી અધ્યામાં ગયા ત્યાં શ્રી રામચંદ્ર મળ્યા તેઓએ વલ્લભા- . ચાર્યને પૂર્ણ પુરૂષોત્તમાય નમઃ” કહ્યું, ને વલ્લભાચાર્યો હેમને મર્યાદા પુરૂષોત્તમાય નમઃ” કહ્યું, તેથી હનુમાનજીને શંકા થઈને “રામચંદ્રજીએ નિવારણ કરી.” હવે અહીં કશું કહેવાનું નથી. માત્ર કાલનિર્ણય કરતાં તરત સુજ્ઞ જનને સમજાશે. આજની પ્રજા એટલી બધી ભૂખ નથી કે રામચંદ્રજી અને શ્રી વલ્લભાચાર્યને સમકાલિન માને. વ્યાસજી અલકનંદા આગળ પર્વતની ગુફામાં વલ્લભાચાર્યજીને મળ્યા અને બીજાને સારૂ ગુપ્ત થઈ ગયા આ પણ કેવળ હાસ્યજનક લાગે છે. એક હેકાણે લખે છે કે બંગાળ તથા સિંધ વગેરેમાં સ્મૃતિની આજ્ઞા ન હોવાથી વલ્લભાચાય ગયા નહી પણ ત્યાં કેટલાક દૈવી જીવો હતા. હેમને આ દેશની હદપર ઉભા રહી ચરણની રજથી પવિત્ર કર્યા. એક ઠેકાણે લખ્યું છે કે એક “વન હતું ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા પછી વનમાં ઘણુક દેવી છ જનાવરના અવતારમાં હતા હેમનો ઉદ્ધાર કરવા એક ટેકરી પર બેઠા પોતાનો ચરણ સે જોજન લાંબે કર્યો એટલે દૈવી છો તે ચરણની ગંધ લઇ પાવન થઈ ગયા.” એક ઠેકાણે લખ્યું છે કે “એક ગામમાં માયા વાદીઓએ એક દેવીને કુંભમાં પુરી હતી. ત્યાં વલ્લભાચાર્ય ગયા તો લાજ કાઢી ઉભી રહી.” આ ઉપરાંત એટલી એટલી બાબતે છે જે લખતાં પાર ન આવે આ લોકોએ ગપાટા મારવાનું કેટલું બહોળા પાયાપર ચલાવ્યું હતું તેને આ દષ્ટાંતિ જાણવા જોગ નમુના રૂપ થઈ પડશે. સુજ્ઞ વાચકોની આપે આપ ખાતરી થશે કે એ લોકો એ જુઠાણાંના છાટાં નહીં પણ વરસાદજ વર્ષાવ્યો છે. કોણ જાણે શું હશે કે ધર્મોને ચમત્કાર સાથે કેમ સંબધ બતાવાતું હશે ? ધર્મ શું ? ધર્મમાં ચમત્કાર શા. માટે હોવા જોઈએ ? ચમત્કાર શું ? આ બધાનો વિચાર કર્યા વગર કે ધર્મના સ્વરૂપને વિચાર કર્યા વગર ચમત્કારના વર્ણન હંમેશ જવામાં આવે છે. શંકરાચાર્યે ઝારી પાસે મંત્રે લાવ્યા ને વલ્લભાચાર્યો