________________
આ પછી ત્યાંથી ચાલતાં ચાલતાં લક્ષ્મણ ભટ્ટ પત્નિસહ કાશીમાં સુખરૂપ આવી પહોંચે છે. કેટલેક વર્ષે શ્રી વલ્લભનું ઉપવિત સંસ્કરણ કરે છે. આ પછી કાશીમાં પણ એમનાં ગામના માણસેને અવર જવર અધિક હશે એટલે એમણે પર્યટન આરંભ્ય. અને એમ કરતાં સંવત ૧૫૪૬ માં શ્રી બાલાજીમાં વલ્લભને અગિયાર વર્ષને મુકી વૈકુંઠવાસી થાય છે. હવે શ્રી વલ્લભની સ્થિતિ વિષમ હતી. ઉદર નિર્વાહનું સાધન નહોતું. આથી કહે છે કે તે પિતાની માને લઈને વિધાનગરમાં એને મામ વિધાભૂષણ (નામ કપીત દેખાય છે) નામે હતો તેની પાસે ગયો. મામાએ આદરસત્કારથી બેસાડ્યાં પિતાના પિતા એ પણ લક્ષ્મણ ભટ્ટના સમયથી જ ન્યાત બહાર હોવાથી મામાને ત્યાં મોસાળમાં જમતી વખતે પંકિત ભેદ પળાયો. શ્રી વલ્લભ કંઈક તેજી હતા, વિચિક્ષણ હતા, તેમને સ્વમાન ડુયું. આના કરતાં તે ભિક્ષાયે સારી. આ વિચાર કરી ભાણેજે મામાને કહ્યું “મેં તે હાથે રાંધી જમવાનો ધર્મ ધારણ કર્યો છે.” આ પરથી મામા રોષે ભરાયા ને ભાણેજને ઘર નિકાલ કર્યો. શ્રી વલ્લભે આથી તળાવને પાળે રાંધી પ્રસાદ લીધો. મા તે એમના મામાને ત્યાં જ હતી. શ્રી વલ્લભ ત્યાંથી એકલા પ્રયાણ કરી ગયા. શ્રી વલ્લભાચાર્યની પ્રાગટયની વાર્તામાં આ પછી બીજે દિવસે કૃષ્ણદેવ રાજાની સભામાં બહુ બહુ ચમત્કાર કર્યા વર્ણવ્યા છે તે બધા નિર્મૂળ છે તે હવે પછી આગળ જણાવાશે પણ એટલું તે ખરૂં કે શ્રી વલ્લભ ચતુર, વિચિક્ષણ ભણેલા, સ્વાથી, વ્યવહાર કુશળ હતા.
અહીંથી હવે વલ્લભ ચાલ્યા ને દેશ દેશ ભ્રમણ કરવા માંડયું. ભિક્ષા માગીને ખાવાનું ને સુખ સ્વેચ્છાપૂર્વક પૃથ્વી પર સુવાનું એટલે જવાનું, શીખવાનું, તેમજ વિવિધ અનુભવો મેળવવાનું એને બન્યું પ્રવાસથી બહુ બહુ તરેહના ને વિવિધ માણસેના સમાગમમાં આવવું પડે એટલે હોશિયારી ને ચતુરાઈ વધે એ સ્વાભાવિક જ છે, નીતિ શાસ્ત્રમાં ઠીકજ કહ્યું છે કે – देशाटनं पंडितमित्रता च । नीतियुतं राल्बसमा प्रवेशं अनेक शास्त्राणि विलोकितानि चातुर्य। मुलानि भवंतु पंच: