________________
બાદ થાય છે. આ મહારાજ સામાન્ય માણસો માફક એકજ કોર્ટમાં હડે છે છતાં ઈશ્વરના અવતાર મનાય છે. કોઈ બીજી ખાસ પ્રભુની કોર્ટમાં તો જવાનું હતું નથી આ તે કેવી વિચીત્રતા !
બીજે એક પ્રકાર છપ્પન ભોગને છે તે સમયે દેશ દેશાવર પત્ર લખી વૈષ્ણવોને બોલાવે છે તે સારી ભેટ પ્રાપ્ત કરે છે. . મહારાજેની દરરોજની કીડા તથા હેમનાં વિવિધ
જાતના દર્શન, મહારાજો મળસકે ચાર પાંચ વાગે ઉઠે છે, તે વખતે કેટલીક સ્ત્રીઓ દર્શન કરવા આવે છે. કેટલીકને તે ટીલીનો નિયમ હોય છે, (એટલે કપાળમાં ચાંલ્લો કરવાને .) તે સમયે ભેટ મૂકવી પડે છે.
આ પછી શોચ કર્મમાંથી પરવારી આવતાંને વાર દર્શનના તરસ્યા સેવકે દર્શન કરી ચરણસ્પર્શ કરવા માંડે છે. તે પછી દંતધાવન મુખપ્રક્ષાલન વિધિ થાય છે, ને દાતણની ચીરી આજુ બાજુ ઉભેલી સ્ત્રીઓમાં જે સારી ભેટ મૂકી શકે એવી જોવામાં આવે હેને આપે છે. સ્ત્રીઓ નાહી ધેડીને આ ચીરે આંખ, કપાળ, માથા વિગેરેને લગાડે છે.
આ પછી મહારાજ સ્નાન કરવા જાય છે. આ સમયે દર્શન થાય હેને સ્નાનના દર્શન કહેવામાં આવે છે. કેટલાક મહારાજે સે રસો ઘડા પાણી ન્હાય છે. કાશીવાળા રણછોડજી એમ કરતા હતા. વળી સાંભળવા પ્રમાણે સ્નાન સમયે તેઓ તીઉં ઊંચું કરી પીશાબ કરતા. નાહીને ધેતીઉં પહેરવાનું હોય તે હાથમાં લેતા પછી હેને કમરે વીટાળી નીચેથી ફાલિયું કાઢી લેતા. કેટલીક વાર કહે છે કે નન જેવા આવે સમયે દેખાતા. ત્યારે દુર ઉભેલી સ્ત્રીઓ કહેતી કે “અકીક ઝાંખી દઈ હાલો સુખ દે છે.” - માંડવીમાં એક વખત એક મહારાજ તળાવડી ઉપર રહેલા. ત્યાં દર્શન કરવા અમે ગયા. આ વખતે અમે પૂર્ણ વૈષ્ણવ હતા. એક વખતે મહારાજ દેતીઉં પિટપર વીટાળી નગ્ન થયા. હારી સાથેને બે ત્રણ મિત્રોને બહુજ હસવું આવ્યું. તેઓ બહાર નાશી