________________
૧૩૧
વસ્ત્ર પહેરાવે છે. મંત્રીપદેશ લેવો હોય તો સઘળા તે ઝાડ આગળ આવી લે છે.
૪ આસરે સંવત ૧૯૧૫ થી ૧૯૨૦ સુધી એક મહારાજ મુંબઈ આવ્યો હતો તે મહારાજ ત્રિપુંડ ધારણ કરતો, રૂદ્રાક્ષની માળા પહેરત તથા શિવની ભક્તિ કરતા. બીજા મહારાજ તથા કેટલાક વૈષ્ણો હેને ઘેલો મહારાજ કરી કહેતા પણ તે પોતાના ખરા ભાવથી એ આચારણ કર.
૫ કેટલાક મહારાજા વામ માર્ગમાં ગયેલા સાંભળ્યા છે. અને 'ઉંચ વર્ણના હિંદુઓને ખાવા પીવા જેવી ચીજ નહીં તેવી તેઓ એ ભક્ષ કરેલી સાંભળી છે અને હેની બહુ બારીકીથી તપાસ કરી ખાત્રી કરેલી છે.
આ પરથી જણાશે કે વેદ કે શાસ્ત્રના જ્ઞાન વગર મરજીમાં આવે તેમ અનેક કારણોને લીધે સ્વાર્થ ખાતર સંપ્રદાય સ્થાપન થયા છે.
પ્રકરણ ૧૧ મું.
આચાર્યપદનું અધઃપતન તથા થોડુક ચારિત્ર દશન,
આ પ્રકરણમાં આચાર્યો તથા ગુરૂ કેવા હોવા જોઈએ એની તુલનાત્મક સમીક્ષા કરવાનો પ્રયત્ન કરવા ઈચ્છા નથી. તેમજ પ્રાચીન કાળના વિદ્યાદાન દેનાર આચાર્યો તેમજ શાસ્ત્રીય તત્વ વિચાર અને રહસ્યનું શિક્ષણ આપનાર ઋષિ મુનીઓ સાથે એમની સરખામણી કરવા જેટલી ગ્યતા પણ એમની નથી. જનસમાજ એવો અજ્ઞાન નથી કે નિત્યના વ્યવહારોપયોગી અને પ્રચલિત નીતિના સામાન્ય સિદ્ધાંત પણે ન સમજતો હોય. તે પછી મહારાજની