________________
૧૨૮ જઈ જુએ છે તે જાણ્યું કે રામચંદ્રજી તે અહિં છે. પાછો ઝટ રામચંદ્રજીના ઘરમાં જઈ જુએ છે તો ત્યાં પણ બેઠેલા જોયા. પછી રામે પૂછ્યું શું જોયું? તો હનુમાને કહયું મહારાજ સર્વત્ર આપ બિરાજે છે. આ પરથી રામચંદ્રજીએ ખુલાસો કર્યો કે મહારા કરતાં એ વિશેષ તેથી એ મહારૂં રૂપ લઈ શકે છે અને હું એનાથી એટલે ઓછે તેથી એનું રૂપ મહારાથી ધારણું થઈ શકતું નથી. આપરથી બિચારે હનુમાન તો પૂછડું ઘાલી બેસી રહ્યો.
હવે આ વાત વિષે શું લખવું ? વિચારતાયે નથી જે રામચંદ્રજી તે છેક ત્રેતાયુગમાં થઈ ગયા ને સ્વધામ ગયા ત્યારે અયોધ્યાના સઘળા જીવોને સાથે લેતા ગયા ત્યારે ચાર વરસપર થયેલા વલ્લભાચાર્યજી એમને અયોધ્યામાં શી રીતે મળ્યા? આથી અધિક પાષ્ટક તે શું હોય? - રાધાવલ્લભી અથવા ગેડીઆ ગુસાંઈને . .
સંપ્રદાય.' - બંગાળના રાધાવલભી સંપ્રદાયમાંથી આ લોકોએ ચોરી કરી પિતાને પંથે ઉભો કર્યો છે. હેના ઘણા ખરા કૃષ્ણ ભક્તિના સંગીતમય શૃંગારી પદે અને વાર્તાની ચોરી કરી પિતાના સંપ્રદાયમાં દાખલ કર્યા છે. છતાં હૈને હલકે પાડવા યત્ન કર્યો છે. જ્ઞાન સાહિત્યમાં તે પંથની નકલ હેવાથી તે તેમ ન બને ત્યારે બીજી યુક્તિ અજમાવી છે. રાધાવલ્કલભીને પ્રથમ આચાર્ય કૃષ્ણ દ્વૈતન્ય થઈ ગયો છે. હેના સંબંધમાં નિજ વાર્તામાં લખે છે કે એક સમયે ચૈતન્યને વહેભાચાર્ય સાથે સંવાદ થયો. હેમાં ચિતન્ય હારવા ઉપર આવ્યા ત્યારે વલ્લભાચાર્યને મુઝાવવા પ્રશ્ન કર્યો કે “તુમ રામકૃષ્ણમેં ભેદ કયે ગિનતે છે, ત્યારે વલભાચાર્યે કહ્યું “હમારે તે કૃષ્ણ કૃષ્ણમેં ભેદ છે તે ફિર રામકૃષ્ણ કી કહા કથા કહની” ત્યારે ચૈતન્ય શરમાઈ ગયે ને પગે લાગે અને આ૫ બડે હો કરી ચાલ્યો ગયો આ વાતમાં પાછું એજ વિચારવાનું કે ચૈતન્યને સાત વર્ષ થઈ ગયા ને વલ્લભાચાર્યને તે ચારસો થયા તો આ શી રીતે બન્યું?