________________
૧૧૮
આ લખત મોક૯યું તે પણ તેને પિતાની સત્તાનું ઘમંડ રહ્યું તેથી કાંઈ ગણુકાયું નહીં. તેથી રાણાને રીસ ચઢી એટલે લાલ બાગમાં મહારાજ ગીરધરલાલ ટીકાયતને કેદ કરી દેશની હદ પાર કહાડી મુક્યા. બીજી તરફથી એ ગીરધરલાલને ગોકુલની ગાદીનો વાર મળેલ હતો તેની માલકી ચંદ્રાવલી વહુજીના હાથમાં હતી. તેના ઉપર પણ થોડા દિવસ અગાઉ ફરીઆદ કરેલી તે ફરીઆદીમાં ચંદ્રાવલીએ કહેલું કે પિતા ઉપર હિંદુ લૉ લાગુ પડતું નથી કારણ કે અસલ પૂર્વ સંન્યાસી થઈ પાછા ગૃહસ્થ થયેલા તેથી તેઓ હિંદુઓથી બાહેર પતિત જાતિના ગણાવા જોઈએ. એવા પુરાવા આપ્યા એટલે ત્યાં પણ કજીઓ હારી ગયા ને રૂપિઆ પાંચ સાત લાખ ખરચમાં ઉડી ગયા. એ પ્રમાણે ગીરધરલાલની ઉઠાંત્રી થઈ ગઈ.
આ શ્રીનાથદ્વારની વાત કરી, ત્યાંથી યાત્રાળુઓ ગોકુળ મથુરા જાય છે. ત્યાં પણ દેવદર્શન ઇત્યાદિમાં કાળ નિગમન કરે છે. ધમના બેધ તરીકે રાત્રે કેટલીક રસ મંડળીઓ ભરાય છે ને જે ગ્રંથ માટે કેર્ટમાં યદુનાથજી મહારાજે પ્રતિજ્ઞાપર કહ્યું હતું કે જુઠા છે તેવા ગ્રંથો વંચાય છે. વળી ત્યાં કેટલુંક બહુ જાણવા જેવું છે. કેટલાક સ્ત્રી પુરૂષો હમેશના નિવાસી થઈ રહ્યા છે. કેટલાક ઘરમાંડી બેઠા છે. તેમાં બ્રાહ્મણી ને ભાટીઆ, ભાટીઆણી ને વાણીઆ, વાણીઆણું ને લુહાણા એવી રીતે અને કેટલાક પિતાની ન્યાતિમાંજ ઘરમાંડી બેઠા છે. ઘરમાંડી બેસવું હોય તે ત્યાંના મહારાજની આજ્ઞા લેવી પડે છે. એ આજ્ઞા લેવાને જે સ્ત્રી પુરૂષને એક ઘરમાં ભેગું બેસવું પડતું હોય તે મહારાજને વિનંતી કરવા જાય છે અને કહે છે કે, અમારે બે જણને એકઠા બેસી સેવા કરવા વિચાર છે. મહારાજ પિતાનો એ કામ ઉપર લાગશે આશરે રૂ. ૧૧ કે ૧૨ છે તે લઈને આજ્ઞા આપે છે “ભલે જાઓ દેઉ મિલકે સેવા કરો” એવાં ઘણાં જોડાં વસે છે. આ શું નાતરું, પુનર્વિવાહ કે, વ્યભિચારને ઉત્તેજન? જો કેથે પુનર્વિવાહ થાય કે તે સંબધી કંઈ લખાય, બેલાય તે વૈષ્ણ કુદાકુદ કરી મૂકે પણ આ પવિત્રમાં પવિત્ર સ્થળોએ શું થાય છે તે વિચારતા કે જેતા નથી. આમાં ધર્માચારીની પણ અધમ સ્વાર્થવૃત્તિ કે અમે કહીએ