________________
વલણવાળી બનાવી દીધી. દેખાવમાં તે કાયદા પ્રમાણે વર્તત; વસ્તુતઃ દરેક -વ્યવહારમાં તે આપખુદ સત્તા સ્થાપત હતું. તેણે લાંચની પ્રથાને કે પરસ્પર લડાવવાનું કે ચુંટણીમાં દખલગીરી કરવાનું ચાલ કદી પસંદ કર્યો નહોતે. પ્રજાના કલ્યાણ માટે કેટલીએક આપખુદ સત્તા જરૂરની છે એમ પાર્લમેંટને સમજાવીને જ તેણે પિતાનું બળ જમાવ્યું. હાઉસ ઓફ લાઝમાં રાજાના બનેલા અમીરે બેસતા. હાઉસ ઑફ કોમન્સને સ્પીકર હેનરિને માણસ હતા, ને તે વખતે સ્પીકર અત્યારના મુખ્ય પ્રધાન જેટલું ઉપયોગી ને વગવાળે માણસ ન ગણાતો. હાઉસ ઑફ કોમન્સના સભ્યોમાં સંપ કે આગેવાનીની શક્તિ કે જ્ઞાન, કશું નહોતું. તેથી પાર્લમેંટે બધી સત્તા રાજાને સોંપી દીધી. રાજા કહે તે પ્રમાણે પાર્લમેંટ કરવા લાગી. છેલ્લા તેર વર્ષના અમલમાં હેનરિએ પાર્લમેંટ માત્ર એક જ વાર ભરી. આ વખતે રાજા માત્ર Proclamations-ફરમાનેથી જ અમલ કરતે.
સ્ટાર ચુંબર કેર્ટ–૧૪૮૭ માં હેનરિએ પાર્લામેન્ટ પાસે એ કાયદો પસાર કરાવ્યું કે ચેન્સેલર, ટ્રેઝરર ને લોર્ડ પ્રિવિ સીલ અથવા તેમાંના ગમે તે બે જણ એક બિશપ કે એક અમીરને અને બીજા બે ન્યાયાધીશને અદાલત તરીકે સ્થાપી શકે, અને તેવી અદાલત ગમે તે બાતમી ઉપર હરામખોરોને પંચની મદદ સિવાય પણ સજા ફરમાવી શકે. ત્યાર પછી આ અદાલતની સત્તામાં વિશેષ ઉમેરે કરવામાં આવ્યો. પહેલાં તે આ અદાલત પ્રજાને લાભકારી થઈ પડી, કારણ કે બીજી અદાલત હરામખેરેને સજા કરી શકતી નહિ. આવી રીતે ન્યાય કરવાની સત્તા રાજાની કાઉંસિલ–અમાત્યમંડળ–ને ઘણું જુના કાળથી હતી, અને “સ્ટાર ચંબર”નું નામ ત્રીજા એડવર્ડના વખતથી એ અદાલતને આપવામાં આવ્યું હતું. હેનરિએ આ જુના ચાલને તાજો કર્યો. કાઉંસિલ જે જગ્યાએ બેસતી તે ઓરડાની છતમાં તારાઓનું ચિત્રામણ હોવાથી અદાલતનું નામ “સ્ટાર ચેંબર” પડયું હતું.