________________
૭૫
ઇ. સ. ૧૫૦૩. આ લગ્નના પરિણામે સ્કાલૅંડના સ્ટુઅર્ટ વંશ ઈંગ્લેંડમાં રાજ્યકર્તા થઈ શકયા. પ્રિન્સ આવુ વેલ્સ ઈ. સ. ૧૫૦૨માં મરી ગયે તેથી તેના નાના ભાઈ હેન્ટર સ્પેઇનની કુંવરી કૅથેરાઇનને પરણ્યા. રાજાને પોતાના વિચાર યુરોપમાં એકાદ રાજકુંવરી સાથે બીજું લગ્ન કરવાનેા હતેા પણ તે વિચાર ફળીભૂત થઈ શકયા નહિ. ડેન્માર્ક અને લાંડર્સ સાથે પણ હેરિએ વેપારના વિકાસ માટે સંધિએ કરી.
અમીરાત.—હેરિને તાજની સત્તા વધારવી હતી, તેથી તેણે અમીરાની સત્તાને તોડી પાડી. પૈસાદાર અમીરે પાસેથી તેણે જોરજુલમથી પૈસા વસુલ કર્યાં તે તેમની પાસે ખીજમતદારો ઝાઝી સંખ્યામાં રહેવા દીધા નહિ. ઉમરાવાને રાજ્યના કારભારમાં રાખવાની પ્રથાને તેણે ફેરવી નાખી. હવેથી કારભારમાં મધ્યમ વર્ગના માણસો ને બિશપેા રાજાને મદદ કરવા લાગ્યા. અમીરોનાં લશ્કરાને હવે વીખેરી નાખવામાં આવ્યાં. મિલિયા (Militia)—સ્થાનિક લશ્કરની યોજના દાખલ થઇ તેથી પણ અમીરોનું લશ્કરી ખળ નબળું થઈ ગયું. હેરિએ ઇ. સ. ૧૪૯૭માં સ્ટાર ચેંબર (Star Chamber)ની અદાલતને પાલમેંટ પાસે કાયદેસર કરાવી. અમીરાના ખીજમતદારો અમીરાએ આપેલા એક સરખા પોશાક (Livery) પહેરતા ને હથિઆરબંધ રહેતા; વળી તેઓ પોતાના ધણીના બચાવ માટે લડવા તૈયાર રહેતા. સ્ટાર ચેંબરે આ Maintenance and Liveryના હકાને દાબી દીધા. એ અદાલત પહેલાં તે લેાકેાને લાભદાયી નીવડી, કારણ કે હેન્દિર તેના ઉપયોગ ઘણી જ સાવચેતીથી કરતા. અમીરે નબળા થયા એટલે પાર્લમેંટમાં તેમની વગ પણ એછી થઈ ગઈ. અમીરમાં કોઇ આગેવાની લઈ શકે એવા શખ્સ નહેાતા. થોડાએક જુના અમીરા રહ્યા હતા તે બધા હૅન્દિરની તાબેદારી કરવા લાગ્યા. રાજા જેમ જેમ પૈસાદાર થતા ગયા, તેમ તેમ અમીરો ગરીબ થતા ગયા. હેરના વખતથી દારૂગોળાના ઉપયોગ થવા લાગ્યા. અમીરો આ સાધનના ઝાઝો ઉપયોગ કરી શકે એમ નહતું, તેથી લડાઈમાં તેએ રાજા સામે જરા પણુ ટકી શકે એમ હવે ન. રહ્યું. ઉપરાંત, રાજાએ મધ્યમ વર્ગના માણસોને નવી અમીરાતે આપી.. આવી રીતે જુના અમીરાની સત્તા હવે તૂટી પડી.