________________
G
નાણાંની સંમતિ મેળવતા. પણ રાજા મેાટા પાયા ઉપર લડાઈ ઓ કરતા જ નહિ તેથી નાણાંના વિષયમાં પાર્લમેંટથી તે સ્વતંત્ર રહી શકતા. તે લોકેા પાસેથી ને પૈસાદાર મંડળેા પાસેથી બક્ષીસા ( Benevolences ) અને પરાણે નાણાંની રકમો (Forced loans) કઢાવતા, પણુ પાછળથી તે માટે પણ. પાર્લમેંટની ને કાઉંસિલની સંમતિ લેતા. પોતાના અમલના પાછળના ભાગમાં હેર પાર્લમેંટની દરકાર રાખતા નહિ, કારણ કે તેને નાણાંની જરૂર નહેાતી. હરિએ પાર્લમેંટને આપ-મુખત્યારી કદી લેવા દીધી નહિ, એટલે અંશે તેણે આપખુદ સત્તા સ્થાપી. પણ સત્તાને ઉપયેગ તે હંમેશાં કાયદેસર કરતા. માટેન અને બ્રે. —રાજાના મુખ્ય સલાહકારોમાં માર્ટન, બ્રે (Reginald Bray) અને ફૅાસ હતા. માર્ટન, તવંગર અને કરકસરી, એમ બધા લોકો પાસેથી પૈસા કઢાવતા તેથી તેની પદ્ધતિને લોકે Morton's Forkમાર્ટનના ચીપીએ એ નામથી ઓળખે છે ન્યાયની અદાલતાદ્વારા, તે ધમકીથી, તેણે લેાકા પાસેથી ધણા પૈસા કઢાવ્યો.
-
બીજાં રાજ્ગ્યા સાથેના વ્યવહાર —હેરના વખતમાં ફ્રાંસના વાયવ્ય કાણુતા બ્રિટનિ (Brittany)ના પ્રાંત ક્રાંસના રાજાથી સ્વતંત્ર હતા. ઇંગ્લેંડ ક્રાંસ વિરુદ્ધ હતું તે ઈંગ્લેંડના રાજાએ ક્રાંસની ગાદી ઉપર હક ધરાવતા હતા, તેથી હેરિએ બ્રિટનિને મદદ આપી. સ્પેઈનમાં કૅસ્ટાઈલ (Castile)ની રાણી ઈસાબેલા ને અર્રગાન (Arragon)ના રાજા ર્ડિનન્ડ (Ferdinand) પરસ્પર લગ્ન કરી તે દેશને એકત્રિત કરતાં હતાં તેમાં ક્રાંસ આડે આવતું હતું. તેથી હેરિએ સ્પેઇનની રાજકુંવરી કૅથેરાન પોતાના મેટા પુત્ર આર્થરને મળે તે હેતુથી રાજારાણી સાથે સંધિ કરવા યત્ના કર્યાં. રામન એમ્પરર બ્રિટનિના પક્ષકાર હતા તેથી હેરિએ તેની સાથે મિત્રતા કરી. પણ યુરોપની ખટપટમાં રાજા ઝાઝું ક્ાવ્યા નહિ, કારણ કે પક્ષકારા એક થઇ લડવા નારાજ હતા; એકલા હેનર શું કરી શકે ? તેથી ૧૪૯૨ની આખરમાં ફ્રેંચા સાથે સુલેહ કરવામાં આવી. યુરોપના રાજ્યકર્તાઓએ ઈંગ્લેંડના નવા વંશને કબૂલ રાખ્યા. હેરિએ સ્કોટ્લડ સાથે પણ સુલેહ કરી ને પેાતાની પુત્રી માર્ગારેટને રાજા જેઇમ્સ સાથે પરણાવી,