________________
૬૯
ખંડ ખજો, ટયુડર વંશ, ઇ. સ. ૧૪૮૫-૧૬૦૩
પ્રકરણ ૧ હું
ટ્યુડેર સમયનાં કેટલાંક આવશ્યક લક્ષણે
આવશ્યક લક્ષણા.—ઇ. સ. ૧૪૮૫માં સાતમા હેરિ ઈંગ્લંડની ગાદી ઉપર આવ્યા ત્યારથી તે ઇ. સ. ૧૬૦૩માં રાણી ઈલિઝાબેથના અમલના અંત સુધીના સમયનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે વર્ણવી શકાય. (૧) એ વખતે યુરેાપની સંસ્કૃતિના ઈતિહાસમાં મેાટું પરિવર્તન ચાલી રહ્યું હતું. ઈતિહાસકારા આ પરિવર્તનને Renaissance એટલે કે પ્રાચીન ગ્રીસ અને રેશમની સંસ્કૃતિના અભ્યાસથી આખા યુરેપમાં ફેલાએલા નવીન ચૈતન્ય—તે નામે ઓળખે છે. વાત્ર્ય, કળા, વિજ્ઞાન, વગેરે ઉપર એ પ્રવૃત્તિની પ્રચંડ અસર થઇ ને ઈંગ્લેંડ પણ તેથી રંગાયું. (૨) રામના પાપ સામે ધણા વખત થયાં જે તકરારા યુરોપમાં ચાલતી હતી તેમણે આ સમયમાં ચોક્કસ તે ગંભીર સ્વરૂપ લીધું અને ખ્રિસ્તી પંથમાં આ કાળમાં એ મેટા પંથેા પડ્યાઃ પ્રાપ્ટેસ્ટન્ટ અને રોમન કૅથાલિક, પરિણામે, ધર્મને નામે મોટા ખુનખાર સંગ્રામેા થયા. (૩) આ કાળમાં યુરોપની પ્રજાએએ અમેરિકા, આફ્રિકા અને એશિઆમાં સંસ્થાના સ્થાપવાનું તે વેપારી મંડળેા મોકલવાનું શરૂ કર્યું. (૪) આ સમયમાં ઈંગ્લેંડમાં યુડર રાજાએ રાજાની સત્તાને ધણી જ પ્રબળ બનાવી દીધી. ટ્યુડરવંશી રાજ્યકર્તાઓ પ્રજાને તે પાર્લમેંટને પ્રસન્ન રાખતા. તેમની સત્તા લોકેાના હિતને અનુકૂળ હતી. એ કારણાથી રાજા ને પ્રજા વચ્ચે આ કાળમાં અંતર પડ્યું નહિ. (૫) અગાઉની લડાઇએથી અંગ્રેજ અમીરાતની સત્તા નબળી તે થઈજ ગઈ હતી. સાતમા હે રિએ બાકી રહેલા અમીર ઉમરાવાને ધણા હેરાન કર્યા; આઠમા હેન રિએ ચર્ચની મીલકતની જુદી વ્યવસ્થા કરી, તેથી અંગ્રેજી સમાજ પણ જુદી વ્યવસ્થા ઉપર આવી ગયા. (૬) વકીલનું મંડળ જોર ઉપર આવ્યું. (૭)
* Tudor despotism saved the essence of Parliamentary Government...The system of the first Tudor despot contained in it the essence of Parliamentary Government.' Temperley.