________________
૬૮
Manors—ક્ક્ષિાએ હવે ઉજ્જડ થઇ ગયા. મજુરો તે ખેડુતા સ્વતંત્ર થયા. તેમણે ગરીબ અમીરાની જમીન વેચાતી લઈ લીધી. તેઓએ પેાતાનાં ખેતરેાની આસપાસ વાડા આંધી, અને ઘેટાં, બકરાં, વગેરે ઉછેરી તેમાંથી પૈસા કમાવા માંડ્યા. ઉનનું કાપડ ઈંગ્લેંડમાં તૈયાર થવા લાગ્યું. આ સૈકામાં ઈંગ્લેંડમાં બંદરા ને શહેરો વધ્યાં. શહેરાના વહીવટ સ્થાનિક મંડળેા પોતાની જવાબદારી ઉપર કરતાં. જુદા જુદા ધંધા માટે જુદાં જુદાં ખાસ મહાજને (Guilds) સ્થપાયાં. આ મહાજના રાજાને નાણાંની મદદ આપતાં ને જુલમ સામે પણ થતાં. ચર્ચની ઈજ્જત આછી થઈ. ચૌદમા સૈકાના ભવ્ય નાચ તે સંગીતના જલસાએ આ સૈકામાં વધી ગયા હતા,. અને દેશાવરના મુસાકા અંગ્રેજોના મેાલા ને ઉડાઉ સ્વભાવ જોઇ ચકિત થઈ જતા. રજપુતાઈ (Chivalry)ના જમાના ખલાસ થતા હતા; છતાં હજી લાક યુદ્ધના, તે પાડા, મેંઢાં, કુકડા, વગેરેની સાઠમારીના તમાસાએ જોવા ટાળાબંધ બહાર નીકળી પડતા.
આ પ્રમાણે યુરોપમાં તે ઈંગ્લેંડમાં જુના જમાના ચાલ્યા ગયેા હતેા ને નવા જમાના બેસી ગયા હતા.