________________
૬૭
ત્રીજો રિચર્ડ, ઇ. સ. ૧૪૮૩–૮૫—ત્રીજા રિચર્ડના અમલ ઝાઝે વખત ટકયા નહિ. પાંચમા હરિની વિધવા કૅથેરાઈન વેલ્સના એક એવન ટ્યુડર સાથે પરણી હતી, તેમને એડમન્ડ, અર્લ આવ્ રિચમન્ડ (Richmond) નામનો પુત્ર થયા. આ એડમન્ડ, અર્થ ઑવ્ સામસેંટ (લકેસ્ટર પક્ષ)ની પુત્રી માર્ગારેટને પરણ્યો હતો. તેમને પુત્ર હેર, અર્લ આવ્ રિચમન્ડ, લૅકેસ્ટર વંશના વારસ થયા. તે બ્રિટનિ (ક્રાંસ)માં રહેતા હતા. રિચર્ડના જુલમને લાભ લઈ તેણે ઈંગ્લંડ ઉપર સવારી કરી. લૈંકેસ્ટર તે ચાર્ક પક્ષના લોકો તેની સાથે મળી ગયા. રિચર્ડ તે તેની વચ્ચે બાસવર્થ (Bosworth ) આગળ લડાઇ થઈ. રિચર્ડના કેટલાએક અમીરો શત્રુની છાવણી તરફ ચાલ્યા ગયા. રિચર્ડ બહાદુરીથી લડયા, પણ તે માર્યાં ગયા, ઑગસ્ટ, ઇ. સ. ૧૪૮૫. રણક્ષેત્ર ઉપર જ હેરના માથા ઉપર મુકુટ મૂકવામાં આવ્યા તે સાતમા હેન્દિર તરીકે ઈંગ્લેંડના રાજા થયા. એ રાજાએ ચાર્ક પક્ષના રાજા ચોથા એડવર્ડની પુત્રી ઇલિઝાબેથ સાથે લગ્ન કર્યું, એટલે લંકેસ્ટર તે ચાર્ક પક્ષની હરીફાઈ પણ શાંત થઈ ને ત્રીસ વર્ષના વિગ્રહ પણુ તે જ સાથે બંધ થયા.
લડાઇની અસરો —છેલ્લી ત્રીસ વર્ષની લડાઈ માત્ર અમીરોની લડાઈ જ હતી; તેમાં પ્રજાને કાંઈ લેવા દેવા નહોતું. અમીરે પોતના સ્વાર્થ માટે જ લડ્યા હતા; તેમના સિપાઈ એ પણ સ્વાર્થી ને જુલમી હતા. લડાઈમાં બંને પક્ષે પરસ્પર ધણી નિર્દયતા બતાવી. ફ્રાંસ સાથેની લડાઇથી આ અમીરા ધણા ફાટી ગયા હતા. તેને ખો તેમને ત્રીસ વર્ષના સંગ્રામમાં મળ્યા. તેઓ બધા લગભગ કપાઈ મુઆ. તેમની દોલતને નાશ થયેા. એ લડાઈ દરમ્યાન રાજ્યતંત્ર તે માત્ર નામનું જ ચાલતું. ઈન્સાફ કાઈ ને મળતે નહિ. વેપારરોજગાર બંધ હતા. પાદરીએ અધર્મી થઈ ગયા. લોકેા અજ્ઞાન રહ્યા. યુરોપમાં જે મેટું પરિવર્તન થતું હતું તેની અસર ઈંગ્લેંડમાં ઘણી મોડી થઈ.
@
પંદરમા સૈકાનું ઈંગ્લંડ.—ગધમાં મૅલારિ ( Malory-મૃત્યુ, ઇ. સ. ૧૪૦૦) એ આર્થરના પરાક્રમનું સાહિત્ય અંગ્રેજીમાં આપ્યું. આ સૈકામાં ક્યુડલ સિસ્ટમના ધીમા, પણ ચોક્કસ નાશ થતા ગયા. બરનાના