________________
થવું હતું, એક પક્ષના સરદાર નહિ; તેથી વોરિક સામા પક્ષમાં ભળે. એક વાર તે તેણે રાજાને કબજે પણ કર્યો, પણ પછી તે ફાંસ ભાગી ગયો ને ત્યાંથી માર્ગારેટની સાથે મળી ઇગ્લડ ઉપર ચડી આવ્યો. એડવર્ડ બેજીઅમ ભાગી ગયો. હેનરિ ફરી રાજા થયો પણ તે થોડા વખત માટે જ, ઈ. સ. ૧૪૭૦. એડવર્ડને પરદેશથી મદદ મળી તેથી તે ઈગ્લંડ ઉપર ચડી આવ્યું. ઈ. સ. ૧૪૭૧ માં ઈસ્ટરના તહેવારોમાં બાર્નેટ (Barnet) આગળ લડાઈ થઈ. વૈરિક માર્યો ગયો; એડવર્ડની ફતેહ થઈ. પછી રાણી માર્ગારેટ એડવર્ડ ઉપર ચડી આવી. ટયુસબરિ (Towkesbury) પાસે લડાઈ થઈ રાણી પિતે કેદ થઈ તેને નાને પુત્ર એડવર્ડ માર્યો ગયે; યોર્ક પક્ષની પૂરેપુરી ફતેહ થઈ. રાજા છટ્ઠા હેન રિનું પણ ખૂન કરવામાં આવ્યું.
એડવર્ડ હવે ઈગ્લેંડને ખરે રાજા થયે, પણ તેને ભાઈ ડયુક એવું કર્લોરન્સ (Duke of Clarence) તેની સામે ખટપટ કરતું હતું તેથી તેને તેણે શિરચ્છેદ કરાવ્યો. આ રાજાએ અમીર ઉપર સખ્ત કબજે રાખો, વેપારીઓને ને કારીગરને અદલ ઈન્સાફ આપે, મધ્યમ વર્ગના પણ બાહોશ મુત્સદ્દીઓને નોકરીએ ચડાવ્યા, ખૂબ નાણું એકઠું કર્યું, દેવું ચુકવી દીધું, પરદેશી રાજાઓ સાથે મૈત્રી કરી, કાંસના રાજા પાસેથી દંડ લઈ તેનાં ઉપર સવારી કરવાનું બંધ રાખ્યું, ને ઓંલંડ ઉપર પોતાનું સર્વોપરિપણું સ્થાપવા મહેનત કરી. તે ઇ. સ. ૧૪૮૩ના એપ્રિલ માસમાં મરી ગયો.
પાંચમે એડવર્ડ, ઈ. સ. ૧૪૮૩–ચે એડવર્ડ બે પુત્રો મૂકી મરી ગયેઃ (૧) એડવર્ડ, જેની ઉમર બાર વર્ષની હતી, અને (૨) રિચર્ડ. તેમાં મોટે એડવર્ડ રાજા થયે પણ તે સગીર હોવાથી કાકો બૂસ્ટર મુખ્ય સત્તા ઉપર આવ્યો. રાણી ઇલિઝાબેથ ને તેના સગાઓ હવે પદભ્રષ્ટ થયા પણ લૂટરની દાનત ખરાબ હતી. તેણે હવે એમ જાહેર કર્યું કે રાજાને તેને ભાઈ રિચર્ડ મહંમ એડવર્ડના ખરા પુત્ર નથી. પછી તેણે બંને ભાઈઓને કેદ કર્યા ને પાર્લમેંટ પાસે પિતાને હક કબૂલ કરાવ્યો. એડવર્ડ ને રિચર્ડ, બંનેને કેદમાં મારી નાખવામાં આવ્યા. ગ્લસ્ટર રિચર્ડ નામ ધારણ કરીને ગાદીએ આવ્યો, જુન, ઇ. સ. ૧૪૮૩.