________________
૪
આ સેા વર્ષના વિગ્રહથી બંને દેશે। ખુવાર થયા. ઇંગ્લંડ કદી ક્રાંસને તમે કરી શકત નહિ. ક્રાંસને તાબે કરવાથી ઈંગ્લેંડ પોતે ફ્રાંસના એક પ્રાંત જેવું થઈ ાત ને અંગ્રેજોના ઇતિહાસ ઉજ્જવળ થઈ શકત નહિ.
અંધાધૂંધીની શરૂઆત.—ઉપરના પાનામાં ઇંગ્લેંડમાં ચાલતી પક્ષાપક્ષી ને તેને પરિણામે અંધાધુંધી આપણે જોઇ ગયા. છઠ્ઠો હેન્દિર નબળા રાજા હતા. પણ તેની રાણી માર્ગારેટ ખટપટી, કાબેલ, દુરાગ્રહી અને હિંમતખાજ સ્ત્રી હતી. આ કારણેાથી દેશમાં અંધાધુંધી વધી પડી. જૅક કેઇડ નામના એક માણુસ આ અંધાધુંધીને લાભ લઈ હારા માણસોને મેખરે લંડન સુધી આવી પહેોંચ્યું. તેમણે ધણા અમલદારાનાં તે પાદરીઓનાં ખૂન કર્યા; પણ છેવટે કેઈડ ધાયલ થઈ મરણ પામ્યા. એાર્ટના મરણ પછી રાજ્યની લગામ સફેાકના (Suffolk) હાથમાં આવી હતી; પણ તેના શિરચ્છેદ પછી રાજાને કુટુંબી યુક ઑવ્ યાર્ક કારભાર કરતા હતા. તેને ગાદી જોઈતી હતી તેથી દેશમાં બે પક્ષા વચ્ચે લડાઈ સળગી ઉડી.
યાર્ડ તે લૅન્કેર. —ત્રીજા એડવર્ડને ચાર પુત્રો હતાઃ (૧) બ્લૅક પ્રિન્સ (૨) લાયેાનેલ, ડયુક વ્ ક્લેર્ન્સ. (૪) જ્હાન આવ્ ધાન્ટ (૪) એડમન્ડ, ડયુક આવ્ યોર્ક. તેમાં પહેલા તે ત્રીજા પુત્રના વંશજોને ગાદી મળી ચૂકી હતી. ત્રીજા પુત્ર જ્હાનના લકેસ્ટર વંશજ હૅન્કર હાલ ગાદી ઉપર હતા. પણ ખીજા ને ચોથા પુત્રના વારસા હયાત હતા છતાં તેમને ગાદી મળી નહતી. આ અન્યાય તેમના વારસ ડયુક આવ્ યાર્કને સાલતે હતા. ઇ. સ. ૧૪૫૩ના ઑગસ્ટમાં રાજા ગાંડા થઈ ગયા ને તે જ અરસામાં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રિચર્ડ, યુક આવ્ યોર્ક,
આ બનાવથી એકદમ નિરાશ થઈ ગયા, કારણ કે હવે તેને કદી ગાદી મળે એમ ન રહ્યું. તેથી તે રાજા ને રાણી સામેના પક્ષના આગેવાન થયો. એક વાર તે અને રાજાના પક્ષકાર સામસેંટ લંડનના એક બગીચામાં ક્રતા વાતા કરતાં લડી પડયા. યાએઁ બગીચામાંથી સફેદ ગુલાબનું ફૂલ તેાડી તેને પોતાના પક્ષના ચિન્હ તરીકે સ્વીકાર્યું, સામસેંટે ગુલાબી રંગના ગુલાબનું ફૂલ હાથમાં લઈ તેને પેાતાના ચિન્હ તરીકે સ્વીકાર્યું. બંનેના પક્ષકારોએ પણ એ જ ચિન્હ રાખ્યાં,તેથી યાર્ક ને લકેસ્ટર વચ્ચેના વિગ્રહ Wars ofthe Roses કહેવાય છે.