________________
અનાવ્યો. આ કારભારીઓએ લંડના રાજા જેઈમ્સને છૂટે કર્યો, પણ રાજાના કાકાઓમાં પરસ્પર અણબનાવ હતું તેથી રાજ્યકારભાર ઉપર પૂરતું લક્ષ આપી શકાયું નહિ. અમીર અંદર અંદર લડતા હતા ને વેપારીઓ અને કારીગરો વધારે હક માગતા હતા. આ વખતે સગીર રાજાની મા કિંટાળી જઈ વન ટયુડર નામના માણસને પરણી.
કાંસ ને લંડ–પાંચમા હેન રિના મરણ પછી ફાંસને રાજા છો ચાર્લ્સ પણ તુરત મરી ગયે, તેથી કરાર પ્રમાણે બાળ રાજા છદ્રો હેન રિ ક્રાંસનો રાજા થય ને પરિસ મુકામે તેને રાજ્યાભિષેક કરવામાં આવ્યું. બેડર્ફોર્ડ હવે પરિસ ગયે. ઘણા ખરે ફાંસ દેશ અંગ્રેજોએ સર કર્યો. તેમણે લi (Orleons)ને ઘેરો ઘાલ્યો. કોટ અંગ્રેજોને શરણ થવાની તૈયારીમાં હતા, પણ દરમ્યાન અણધારેલી મદદ આવી પહોંચતાં અંગ્રેજોને માત્ર તે શહેર જ નહિ પણ બધી ફેંચ ભૂમિ છોડી દઈ ઈગ્લેંડ પાછું જવું પડ્યું. આ મદદ દેનાર એક મજુરની બાળકુમારી હતી ને તેનું નામ જેન ઑફ આર્ક (Joan de Are) હતું.
જોન એફ આર્ક ને કાંસને વિજય.—કાંસ પરદેશીઓના પંજામાં સપડાયું હતું. રાજા નબળા હતા. અમીરે અંદર અંદર લડી મરતા હતા. સો વર્ષના વિગ્રહથી દેશ પાયમાલ થઈ ગયો હતો, તેથી ધર્મગુરુઓ લોકોને જ્યાં ત્યાં વિશેષ ધર્મિષ્ટ થવા ઉપદેશ કરતા હતા. જોન એફ આર્ક પણ આ ઉપદેશ સાંભળેલો. તેને પિતાના દેશને સ્વતંત્ર કરવાને આવેશ ચડી આવ્યો. જેનો જન્મ ચેપેઈન (Champagne)ની સરહદ ઉપરના એક ગામડા–દેમરેરિ (Domreri)માં એક મજુરને ત્યાં થયો હતે ને આ વખતે તેની ઉંમર અઢાર વર્ષની હતી. તેને રાતદિવસ એક જ સ્વપ્ન આવતું. તે કહેતી કે “મારા ઘર પાસેના કુવા પાસેથી કોઈ ઈશ્વરી વાણું મને ફાંસને સ્વતંત્ર કરવા હુકમ કરે છે.” તે રાજપુત્ર–ડોફિન– પાસે ગઈ. પહેલાં તે લોકોએ તેને હસી કાઢી; પણ તેણે એક જણને શાપ આપે તે સાચું પડે એટલે સિપાઈઓ તેનાથી ડરવા લાગ્યા. રાજકુટુંબને ને ધર્મગુરુઓને તેનાં અશભય વચનથી નવી હિંમત આવી.