________________
5
લ્યુથરના મતને હમે ને તેથી તે The Morning Star of the Reformation કહેવાય છે. - વેપાર, હુન્નર, ઉદ્યોગ, વગેરે – આ સૈકામાં ઈંગ્લંડમાં કારીગરોની રોજી વધી. ઈંગ્લેડથી કાપડ દેશાવર જવા માંડયું. લેટાની ચીજો બનાવવાનાં કારખાનાંઓ વધ્યાં. ઈંગ્લેડનું વહાણવટું વિકાસ પામ્યું. વેપારીઓ પૈસાદાર થયા. તેમની પાસેથી રાજાને વધારે પૈસા મળતે થયો તેથી રાજા પણ તેમને ખુશ કરવા ધ્યાન રાખો. ઈગ્લેંડનાં વહાણ ભૂમધ્ય ને બાસ્ટિક સમુદ્ર સુધી હવે માલ લઈ જવા લાગ્યાં. અંગ્રેજ વેપારીઓ દેશાવર વસી મેટો વેપાર ખેડવા લાગ્યા. અંગ્રેજ માછીઓ ઉત્તરમાં ઠેઠ આઇસલંડ. (Iceland)ના ટાપુ સુધી પહોંચી જતા. અંગ્રેજ સરકાર વેપારના વિકાસ ઉપર હવે ખાસ લક્ષ આપવા લાગી. વેપારીઓની કંપનિઓ ઉભી થઈને તે, કંપિનઓએ દેશાવર સાથે વેપારને સંબંધ છે. આ વખતમાં Knightsનાઈટે ને વેપારીઓ પરસ્પર લગ્નના સંબંધ બાંધતા અને ગરીબમાં ગરીબ ભાણસ સારે વેપારી બની પ્રજાને માટે આગેવાન થઈ શકતે. આ વખતે મજુરીના દર વધતા જતા હતા ને વેપારીઓનાં ને કારીગરનાં મહાજને (Guilds)ની સત્તા ઓછી થતી જતી હતી. કળા વધારે ઝીણવટવાળી થઈ. સેકસને અને નર્મને પરસ્પર ભેદભાવ ભૂલી ગયા ને ઈગ્લેંડના તમામ લોકો એક દેશને લકે છે એમ હવે ભાસવા લાગ્યું. એ વેળા અંગ્રેજોને મુખ્ય ધંધે ખેતીને હતું, અને જેમ આપણા દેશમાં હજુ દર અઠવાડીએ શુક્રવારે કે રવિવારે ગુજરી ભરાય છે ને ત્યાં લોકો માલ વેચે છે, તેમ ઈંગ્લંડમાં પણ ગુજરીઓમાં ને મેળાઓમાં તમામ માલ વેચાતો. ત્યાં મેટા મેટા સેદાઓ ને ભવ્ય નાચ, સંગીત, વગેરેના જલસાઓ થતા.
- પ્રકરણ ૯મું લંકેસ્ટર વંશ, ઈ. સ. ૧૩૯–૧૪૮૫ ચોથે હેન રિ ઇ. સ. ૧૩–૧૪૧૩–બીજા રિચર્ડના કેદ થયા પછી તેને જ નામે બોલાવેલી પાર્લમેટે તેને પદભ્રષ્ટ કર્યો ને હેન રિને ગાદી આપી. આવી રીતે પાર્લમેંટ ગમે તે રાજાને પદભ્રષ્ટ કરી શકે છે ને ગમે.