________________
પ૭
ગોઠવ્યા. પણ રાજા પિતાની મરજી મુજબ લેક પાસેથી નાણાં કઢાવવા મ. તેણે પોતાના કાકાના પુત્ર હેન રિલિંગની જાગીર જપ્ત કરી ને તેને દસ વર્ષને દેશવટે આપ્યો. ત્યાર પછી રિચર્ડ બંડખેરેને દાબી દેવા આયર્લડ ગયો. તેની ગેરહાજરીમાં હેન રિ કાંસથી યોર્કશાયરમાં દાખલ થયે. લેકો પણ તેની સાથે મળી ગયા તેથી રિચર્ડ ઈગ્લેંડ આવ્યું. તેનાં માણસો તેની નેકરી છોડી ગયાં તેથી રાજા પોતે ફકીરી વેષે નાસી ગયે, પણ પાછળથી તે શરણ . હેન રિ હવે ઈંગ્લંડની ગાદી ઉપર આવ્યું, જુલાઈ ઈ. સ. ૧૩૯૪.
જ્યાકે ચૈસર (feoffrey Chaucer).–ઈ. સ. ૧૩૪૦માં ઇંગ્લંડના પહેલા કવિ ચાસરને જન્મ થયો હતો. તેણે Tales of the Canterbury Pilgrims લખી છે. એ કાવ્યમાં બેકેટની કબર પાસે કેટલાએક યાત્રાળુઓ ભેગા થાય છે અને વાર્તાઓ કરે છે. આ પ્રમાણે ખલાસી, ખેડુત, પાદરી, જાગીરદાર, વીશીવાળો, સિપાઈ વિદ્યાર્થી, વગેરે દરેક પિતપોતાની વાર્તા બીજા યાત્રાળુઓને કહે છે. એ કાવ્ય ચદમા સૈકાની અંગ્રેજી ભાષામાં લખાયું છે ને તે ઉપરથી આપણે એ વખતની સમાજનું જ્ઞાન મેળવી શકીએ છીએ. Langland-લેંગલૅન્ડના Piers Ploughmanમાં ઈંગ્લેડની પ્રજાના દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે.
જન વિલિફ (John Wycliffe)–વિલિફને જન્મ ઈ. સ. ૧૩૨૪માં યોર્કશાયરમાં થયો હતો. તેણે પાદરીઓનાં અજ્ઞાન, બદમાસીને લખલુટ ખર્ચ ઉધાડાં પાડ્યાં, પિપની નાણું કાઢવાની સત્તા સામે વાંધો લીધે, ચર્ચને રાજ તરફથી મદદ ન મળવી જોઈએ એમ જાહેર કર્યું, બાઈબલનું અંગ્રેજી ભાષાંતર બનાવ્યું, ઠામઠામ સાદા, ગરીબ ને ઉત્સાહી ઉપદેશકો (Lollards) મોકલી લોકોને ધર્મને ખ્યાલ આપે, ગરીબને પક્ષ લીધે, અને ધર્મની બાબતમાં પોપનું સર્વોપરિપણું ન દેવું જોઈએ એમ કહ્યું. તેના ઉપર બે વાર ધર્મદ્રોહને આરેપ મૂકી કામ ચલાવવામાં આવ્યું. પણ બંને વાર તેને મેટા મેટા મુત્સદ્દીઓને ટેકો હોવાથી તે બચી ગયે. તે ઈ. સ. ૧૩૮૪માં મરી ગયો. પિપે કબર ખોદાવી વિલિફનાં હાડકાં બાળી નિખાવ્યાં ને તેની રાખને નદીમાં ફેંકી દેવાને હુકમ કર્યો. વિલિફ