________________
વચનેને અમલ પાર્લમેટે જરા પણ કર્યો નહિ તેથી મજુરે ને કારીગરોને અસંતેષ ઉલટ વળે.
સગીર રાજા ને બંડખોર કાકાઓ તથા બૅરને–સગીર રિચર્ડના મંત્રિમંડળે ઍલંડ, ક્રાંસ ને ફલૅન્ડર્સમાં લશ્કરે મોકલ્યાં પણ તેમાં કાંઈ ફતેહ મળી નહિ. રાજ બિનઅનુભવી હોવાથી દરબારમાં જુદા જુદા પક્ષો ઉભા થયા અને તેઓ સત્તા માટે પરસ્પર લડવા લાગ્યા. રાજાના કાકા લૅન્કેસ્ટરે એક પક્ષની આગેવાની લીધી. સ્પેઈનમાં ને ક્રાંસમાં લશ્કર લઈ ત્યાં ફતેહ કરવાને તેને ઈરાદે હતે. રિચડે તેને ત્યાં જવા રજા પણ આપી. પણ તે ફાવ્યું નહિ. રાજા પિતે ઘણે ઉડાઉ ને કેધી હતું. આ કારણથી દુશ્મનોએ તેના માનીતાઓને કાઢી મૂકવા માગણી કરી. રાજાને નમવું પડયું. માનીતાઓમાંથી કેટલાક ફાંસીએ ચડ્યા, કેટલાક દેશપાર થયા, ને બાકીના નિવૃત્ત થયા. બૅરોએ તંત્ર પિતાના હસ્તક લીધું. જે પાર્લમેંટ મારફત રાજા ઉપર દબાણ કરવામાં આવ્યું તે પાર્લમેંટ Merciless Parliament કહેવાય છે, ઈ. સ. ૧૩૮૮. ઈ. સ. ૧૩૮૮માં આ કારભારનો અંત આવ્યું, ને રિચર્ડ ઉંમર લાયક થતાં રાજ્યતંત્ર પિતાના હાથમાં લીધું.
આપખુદ રાજા–હવે રિચર્ડ તમામ સત્તા પિતાના હાથમાં લીધી ને કાકા ડયુક આવું લૅન્કેસ્ટરની સલાહ પ્રમાણે રાજ્ય કરવા માંડયું. પાર્લમેંટ, બૅરને, રાજકુટુંબ, પ્રજા, બધાં સંતોષ પામ્યાં. રિચર્ડ પોતે આય
ડને કબજે દઢ કરવા ઉપાયે લીધા. તે પિતે ત્યાં ગયે. કાંસ સાથે સુલેહ કરવામાં આવી. છ વર્ષની કૅચ રાજકુંવરી રિચર્ડ સાથે પરણી, ઇ. સ. ૧૩૯૬. અત્યાર સુધી રાજાએ જુની રાણીની મદદથી સારી રીતે રાજ્યતંત્ર ચલાવ્યું પણ તે મરી ગઈ ને નવી રાણું બાળક હતી તેથી રાજા હવે નિયમ બહાર થઈ ગયું. તે પાણીની માફક પૈસે ઉડાવવા લાગ્યો. અલબત, રાજ કળાને ને સાહિત્યને ઉત્તેજન આપત. વેસ્ટમિન્સ્ટર ઍબી ને હૈલની શેભાને તેણે ખૂબ વધારી. પિતાના શત્રુઓને તેણે દાબી દીધા. ઈ. સ. ૧૩૮૭-૮૮ની પાર્લમેંટ તે રાજાના કહેવા મુજબ વર્તી. રાજાના ખરા શત્રુઓ બૈર હતા તેમને દાબી દેવા તેણે કારભારમાં નવા પણ બાહોશ માણસો