________________
પપ બીજે રિચર્ડ, ઈ. સ. ૧૨૯૭-૧૩૦૯-ત્રીજ એડવર્ડ મરી ગયો ત્યારે તેના મોટા પુત્ર બેંક પ્રિન્સને અગિઆર વર્ષને દીકરે રિચર્ડ ઈગ્લંડની ગાદી ઉપર બેઠો. | દલિત લેકેને બળ –રિચર્ડના વખતમાં પંદર વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના દરેક માણસ દીઠ માથાવેરે નાખવામાં આવ્યો. ઈ. સ. ૧૩૪ના ભયંકર પ્લેગને લીધે મેંધવારી ને મજુરી ઘણું વધી ગયાં, તેથી સરકારે મજુરે વિરુદ્ધ કાયદાઓ કર્યા. જે કોઈ વધારે મજુરી માગે તેને ને વધારે મજુરી આપનારને સપ્ત સજા કરવાનું ફરમાવ્યું, તથા મુંધવારી ઉપર પણ સપ્ત કબજો રાખે. બૅરન અને વિલન-જમીનદાર ને ખેડતવચ્ચેના સંબંધમાં પણ ફેરફાર થયો. ખેડુતે વધારે સ્વતંત્ર થયા. હુન્નરઉદ્યોગોના વિકાસને લીધે શહેર વધ્યાં. કારીગરો ને મજુરે વધારે સ્વતંત્ર થયા. તેમનાં મંડળે ઉભાં થયાં ને ઘણે ઠેકાણે તેઓ સરકાર સામે થવાની તૈયારીઓ કરવા મંડ્યાં. તેમને બધાને ફયુડલ સિસ્ટમ-સામતિક વ્યવસ્થા–થી છૂટા થવું હતું. ફાંસ સામેની ચાળીસ વર્ષની લડાઈ કારભારીઓને ને બૅરને જુલમ, લડાઈથી પાછા ફરેલા કામ વગરના સિપાઈઓની રખડપટી, ને કરને વધત જતા બેજો, એ કારણથી આ અસંતોષે બળવાનું રૂપ લીધું. ઈ. સ. ૧૩૮૧માં એસેકસમાં પહેલું તોફાન થયું. જëન બાલ નામને એક પાદરી તે બધે એમજ બેલતે કે દુનિયામાં ગરીબાઈને સાહુકારી જેવું કાંઈ નથી. કેન્ટમાં એક કર ઉઘરાવનાર અમલદારે વૈટ ટાઈલર (Watt Tyler) નામના માણસની પુત્રીનું અપમાન કર્યું તેથી તે બંડખેરેને આગેવાન બને. તેમણે લંડનને કબજે લીધે, ને વકીલ, બૈરને, પાદરીઓ, અમલદાર, ને ખાસ કરીને કર ઉઘરાવનારાઓનાં ઘરે બાળી નાખ્યાં. સરકાર ઘણી ગભરાઈ ગઈ પણ યુવાન રાજા બંડખેર આગળ ગયે. ટાઈલર રાજા સાથે બેલતે હતા તેવામાં લંડનના શેરિફે તેને કાપી નાખ્યું. બંડખે ઉશ્કેરાઈ ગયા, પણ રિચર્ડ બંડખેરેની તમામ ફરિયાદે ધ્યાનપૂર્વક સાંભળી ને ઈન્સાફ આપવાનું વચન આપી તેમને ઠંડા કર્યા. બંડખેર વિખરાઈ ગયા. દેશના બીજા ભાગમાં પણ તેમનું જોર નરમ પડયું, પણ રાજાએ આપેલાં