________________
xe
બ્રુસે આયર્લૅડમાં પણ એડવર્ડ વિરુદ્ધ તાકાના ઉભાં કરાવ્યાં. ઇંગ્લંડમાં રાજા ને બરા વચ્ચે તકરારા ચાલતી હતી તેથી બ્રુસ સુખેથી પોતાના દુશ્મનને સતાવી શકયા. છેવટે ઇ. સ. ૧૩૨૩માં એડવર્ડે તેની સાથે સુલેહ કરી તે લડાઈ ના અંત આવ્યેા.
એડવર્ડ પદભ્રષ્ટ.—એડવર્ડ ને રાણી ઈસાબેલા (Isabella)ને બનતું નહાવું, કારણ કે રાજા ને રાણી બંને લંપટ હતાં. રાજાએ રાણીની તમામ જાગીરે જપ્ત કરી. આ અણુબનાવ તે તકરારના રાજાના શત્રુઓએ બરાબર બ્રાભ લીધો. રાણી ફ્રેંચ રાજા ફિલિપની કુંવરી હતી. તેથી ફ્રેંચ રાજા ચાર્લ્સે પણ રાણીનેા પક્ષ કર્યો ને ક્રાંસમાં આવેલા અંગ્રેજ પ્રાંત એવિટેઈનને તાબે કરવા લડાઈ જાહેર કરી. રાણી ઇસાબેલા સમાધાન કરવા પૅરિસ ગઈ. ત્યાં તેના રખાત રાજર માર્ટિમરે તે તેણે રાજાને પદભ્રષ્ટ કરવા તે સગીર પુત્ર એડવર્ડને ગાદી સોંપવા કાવતરૂં રચ્યું. બાળ કુંવર તેા ક્રાંસમાં જ હતા. રાણીએ પોતાની જવાબદારી ઉપર કુંવરની સગાઈ કરી ને તેના સસરા પાસેથી લશ્કર લઈ તે ઈંગ્લંડ ઉપર ચડી આવી. રાજાના ભાઈ, ખીજા અમીર, બધા તેના પક્ષમાં ગયા. રાજા વેલ્સમાં ભરાઈ ગયા, પણ ત્યાં કહેવાતા મિત્રોએ તેને રાણીના હાથમાં સોંપી દીધો, ઇ. સ. ૧૭૨૬. રાણીએ તેને કેદ કર્યો. પછી નવી પાર્લમેંટ મળી. તે પાર્લમેટે એડવર્ડને પદભ્રષ્ટ કર્યો ને સગીર કુંવર ત્રીજા એડવર્ડને ઈંગ્લંડની ગાદી આપી, જાન્યુઆરિ, ઇ. સ. ૧૩૨૭. નવ માસ પછી પદ્મભ્રષ્ટ રાજાનું ખૂન કરવામાં આવ્યું. બ્રિટિશ પાર્લમેંટ અત્યાચારી ને જુલમી રાજાને પદભ્રષ્ટ કરવાના અધિકાર ભોગવી શકે છે તે આથી સિદ્ધ થયું.
ત્રીજો એડવર્ડ, ઇ. સ. ૧૩૨૭-૭૭. રાણી તથા માર્ટમરને કારભાર.—ત્રીજો એડવર્ડ માત્ર ચૌદ વર્ષની ઉંમરે રાજા થયા, તેથી રાજ્યને કારભાર રાણી ને તેના માનીતા માર્ટિમરના હાથમાં આવ્યા. તેમણે કેદી રાજા એડવર્ડનું કમકમાટી ઉપજાવે એવી રીતે ખૂન કરાવ્યું, ક્રાંસના રાજાને ગૅસ્કનને ઘણાખરા ભાગ સોંપી દઈ તેની સાથે સુલેહ કરી, રૅાર્ટ બ્રુસની પાસેથી લાંચ લઈ સ્કોટ્લડ ઉપરનું ઈંગ્લેંડનું ઉપરીપણું છેાડી દીધું, ભલભલા અમીરાની જાગીરા જપ્ત કરી, રાજાના કાકાને પણ મારી નખાવ્યો, તે XB