________________
૪૮
પ્રકરણ ૮મું પ્લેન્ટજેનેટ વંશ (ચાલુ)
બીજો એડવર્ડ, ઇ. સ. ૧૩૦૭–૨૭. સ્વાધી રાજા અને સ્વાથી ઍરતા.—પહેલા એડવર્ડને પુત્ર બીજો એડવર્ડ નબળેા, ઉદ્ધત, નિર્દય, અણુસમજી, વ્યભિચારી, દારૂડી, રંગીલા, ઉડાઉ, જુગારી, શિકાર, સંગીત અને હલકા માણસોની સેખત કરનારા, આળસુ, ને નાલાયક રાજા હતા. તે ગાદીએ આવ્યો કે તુરત મર્હુમ રાજાના માનીતા અમલદારોને રા આપવામાં આવી ને પિટર ગેવસ્ટન (Peter Gaveston) નામને એક માનીતા રાજ્યમાં કુલ સત્તા ભાગવવા લાગ્યા. એડવર્ડે તેને અર્લ આવ્ કાર્નવાલ બનાવ્યા તે એક રાજકુંવરી પરણાવી. જુના નેકરે અને અમીર આવી હલકી સેાબતથી રાજા સામે થયા. પાર્લમેંટે પણ રાજ્યતંત્ર ઉપર ટીકા કરવા માંડી; છતાં રાજા તે ઇન્સાફને વેચત, ખાટું નાણું કાઢતા, તે જગાતના દર વધારી દેતા. તેથી ઇ. સ. ૧૩૧૦માં બરનાએ રાજા પાસેથી બધા કારભાર છીનવી લીધે, તે ગેવસ્ટન દેશાવર નાસભાગ કર્યાં પછી શરણ થયા એટલે તેને શિરચ્છેદ કરાવ્યા. પણ બૅરના સ્વાર્થી હતા. સ્ફુલ્લિંડ, આયર્લેડ ને વેસની લડાઈ એથી ઈંગ્લેંડમાં તાકાની ને ધાડપાડુ લોકો ઠામડામ સુલેહના ભંગ કરવા મંડયા. અધૂરામાં પૂરું, દેશમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને રાગચ.ળેા ફેલાયાં. રાજા તે બૅરને વચ્ચે લડાઈ શરૂ થઈ. રાજાની સામેના એક પક્ષના સરદારા Ordainersને નાશ થયે તે તેમને બદલે બીજો Hugh Dispensexsને પક્ષ સત્તા ઉપર આવ્યા, ઇ. સ. ૧૩૨૨.
રાબર્ટ બ્રુસ.—જ્યારે બેવકુક રાજા ને સ્વાર્થી બરના પરસ્પર તકરારામાં રોકાયા હતા ત્યારે સ્કોટ્લડમાં રૅટૅ બ્રુસ એક પછી એક કેટ અંગ્રેજોના હાથમાંથી સર કરતા હતા તે છેવટે સ્ટર્લિંગ પણ હાથથી જવા લાગ્યું. રાજાની તે અમીરોની આંખા હવે ઉડી. તેમણે સ્કાલ્લંડ ઉપર ચડાઈ કરી, પણ ઍનાકબર્ન (Bannookburn) ના નાળા આગળ બ્રુસે એડવર્ડને સજ્જડ હાર ખવડાવી; રાજા પોતે માંડમાંડ જીવ લઈ નાસી શયા, ઇ. સ. ૧૩૧૪