________________
૫૦
માર્ટિમર પોતે ખૂબ પૈસા ભેગા કરવા મંડયા. આ કૃત્યથી રાણી ને માટેિમર દેશમાં ઘણાં અળખામણાં થઈ ગયાં. સગીર રાજા સત્તર વર્ષના થયા ત્યારે તેની આંખ ખરી વસ્તુસ્થિતિ તરફ ઉડી. તેણે માર્ટમરને પકડાવી તેના ઉપર રાજદ્રોહનું કામ ચલાવી તેને શિરચ્છેદ કરાબ્વે, પેાતાની માની તમામ મીલકત જપ્ત કરી, તેની બધી સત્તા લઈ લીધી, ને તેને યેાગ્ય વર્ષાસન ખાંધી આપ્યું. રાજ્યતંત્ર હવે યુવાન રાજાએ પોતાના હાથમાં લીધું.
રાજા ત્રીજો એડવર્ડ અને સ્કાર્લેંડ.—આ સત્તર વર્ષના રાજા શરીરે ઘણા મજબુત હતા. તે સારા સિપાઈ, પણ ખરાબ સરદાર, સ્વાર્થી, મેજખમાં રહેવાવાળા, ઈંગ્લંડની સંસ્કૃતિનું અભિમાન ધરાવનાર, હાથના છૂ, સખીન, ઉડાઉ, ઉદ્યમી, અને સાહસિક હતા. તેણે ક્રાંસની સામે લડાઈ જાહેર કરી લોકોના કુસંપને દૂર કર્યો અને ફતેહ ઉપર તેહ મેળવી અંગ્રેજોને યુસેપમાં ખ્યાતિ અપાવી. એડવર્ડે ગાદીએ આવ્યા બાદ પોતાના માનીતા માણસને ખાલી પડેલા હાદા આપ્યા. ખીજા એડવર્ડના વખતમાં શરૂ થએલી અંધાધુંધી હવે બંધ થઈ. સ્કાટ્લડના રાજા રૅાબર્ટ બ્રુસ ઇ. સ. ૧૭૨૯માં મરી ગયે. તેના પુત્ર ડેવિડ રાજા થયા. ઈંગ્લેંડના કેટલાએક બરતાએ સ્કોટ્લેડના મર્હુમ રાજા જ્યાન ખેલિઅલના પક્ષ કરી તે દેશ ઉપર ચડાઈ કરી તે એડવર્ડ તે સ્કોટ્લડમાં દાખલ થયા. શત્રુ હારી ગયા. એલિઅલ સ્કાટ્લડના રાજા થયું પણ તેણે ઈંગ્લંડની તાબેદારી સ્વીકારી. ઇ. સ. ૧૩૪૦માં સ્કૉટ લોકોએ એલિઅલને કાઢી મૂકયા. ડેવિડ ક્રી રાજા થયા. અંગ્રેજોની મહેનત વળી ધૂળધાણી થઈ ગઈ. એડવર્ડે જોયું કે સ્કાલ્લંડને જીતવું
એ કાંઈ રમત નહાતી.
ફ્રાંસ સાથે સેા વર્ષના વિગ્રહની શરૂઆત (The Hundred Years' War ).—ઇ. સ. ૧૩૨૮માં કાંસને રાજા પાંચમા ચાર્લ્સ ગુજરી ગયો. તેની ગર્ભવતી રાણીએ રાજાના મરણ પછી એક પુત્રીને જન્મ આપ્યો, પણ ફ્રેંચ કાયદાથી સ્ત્રીને ગાદી ન મળે એમ હાવાથી દૂરના એક સગા વેલાઇ (Valois)ના ફિલિપ રાજા થયો. એડવર્ડની મા ચાર્લ્સની બેન થતી હતી તેથી એડવડે ફ્રાંસની ગાદીના દાવા કર્યાં. ફિલિપે સ્કેટ રાજા ડેવિડને આશરો આપ્યા. તે એક્ટિટેનમાં ઈંગ્લેંડના હકને ડૂબાવવા