________________
४५
વિખ્યાત તીરંબાજોને લશ્કરમાં લીધા ને સિપાઈ એને રેકડ પગાર આપવાને ચાલ શરૂ કર્યો. તેઓ હવે માત્ર રાજાને જ હુકમ માનવા બંધાયા. તીરંબાજો ખેડુતવર્ગમાંથી આવતા; તેથી લશ્કરમાં પણ ખરતેની વગ ઘટવા માંડી. એડવર્ડ બરનાને બીજી રીતે નરમ કર્યાં. તેમના ધણા બંડખાર આગેવાનાની સાથે તેણે લગ્નના સંબંધો કર્યા. વળી તેણે તે લોકોને પાપથી તે ચર્ચના આગેવાનેથી વિખુટા પાડી નાખ્યા. આ રીતે એડવર્ડે રાજાની સત્તા વધારી.
વેઇલ્સ જીતાયું, ઇ. સ. ૧૨૫. પ્રિન્સ આવ્ વેઇલ્સ.— ઉત્તર વેલ્સમાં ઈંગ્લેંડના અસલ વતની એટલે બ્રિટન લેાકેા ભરાઈ રહ્યા હતા. તેઓ સકસન તે નાર્મન રાજાઓને ખંડણી ભરતા. હેનરિના વખતમાં ઉત્તર વેલ્સમાં લેવેલિન ( Llewelyn) નામનો સરદાર ઇંગ્લંડની હકુમત સ્વીકારવા ના પડતા હતા એટલું જ નહિ, પણ તે ફ્રાંસ, પોપ અને ઇંગ્લેંડના ખરના સાથે કાવાદાવા કરી ઇંગ્લેંડના રાજાને સતાવતા હતા. એડવર્ડે તેને તાબે થવા કહેવરાવ્યું. લેવેલિને ના પાડી, એટલે બંને વચ્ચે લડાઈ શરૂ થઈ. એડવર્ડે તેના બંડખાર ભાઈ ડેવિડ અને પાવિસના લાર્ડને આશરો આપ્યો અને તેની વિવાહિત સ્ત્રીને લંડનમાં કેદ કરી વેઇલ્સ જતાં અટકાવી. વેલ્સના લોકે ઇંગ્લંડમાં વારંવાર ચાલ્યા આવતા ને લેાકેાનાં ઢોરઢાંખરને મીલકત ઉઠાવી જતા, આ કારણોથી વેસને જીતવાની જરૂર હતી. લેવેલિન ઇ. સ. ૧૨૭૮માં શરણ થયા પણ એડવર્ડ વેલ્સમાં ઇંગ્લેંડના કાયદા લાગુ કરવા માંડ્યા, તેથી લેવેલિનના ભાઈ ડેવિડે ઇ. સ. ૧૨૮૨માં ખંડ કર્યું. લડાઇમાં લેવેવિન માર્યા ગયે તે ડેવિડ કેદ પકડાયા, એટલે તેને પણુ વધ કરવામાં આવ્યો. વેલ્સને હવે અંગ્રેજી કાયદો લાગુ પાડવામાં આવ્યા. તે દેશમાં દામઠામ કિલ્લાઓ બાંધી, જંગલો કાપી તથા રસ્તા કરી, એડવર્ડે લોકાને કબજામાં રાખ્યા. પાટવી કુંવર એડવર્ડ વેલ્સના (Carnarvon) કાર્નારવનના કિલ્લામાં જન્મ્યો તેથી રાજાએ તેને Prince of Walesના ઇલ્કાબ આપ્યા. ઈંગ્લેંડના પાટવી કુંવર તે વખતથી આ નામથી હંમેશાં એળખાય છે.
એડવર્ડ ને ફ્રાંસ.—એડવર્ડે યુરોપનાં જુદાં જુદાં રાજ્ય સાથે લગ્નથી કે કરારથી સંબંધ બાંધવા મહેનત કરી. તેના હેતુ ફ્રાંસને ગમે તે પ્રકારે