________________
હતું. તેને હૃદયુદ્ધ ને શિકારને બહુ શોખ હતો. તેના શરીરના અવયવો એટલા તે લાંબા હતા કે લેકે તેને Longshanks કે Longchamps કહેતા. બાપના વખતમાં એડવર્ડ કારભારને ને લડાઈને અનુભવ મેળવ્યો હતે. માટફર્ડ સુધારાઓ તેને ગમ્યા નહતા કારણ કે તે સુધારાઓથી રાજાની સત્તા ઓછી થઈ ગઈ હતી. પણ જ્યારે તે પોતે રાજા થયો ત્યારે તેણે તેવા જ સુધારાઓ હાથમાં લીધા ને તેથી રાજાની ને આમવર્ગની બંનેની સત્તા વધારી. ઘણી વાર તેને કેધ ચઢી આવત; તે કઈ કઈવાર નિર્દય થઈ જતે; પણ તે મોટે સરદાર, મુત્સદી ને દૂરંદેશીવાળો રાજા હતો. આ કારણેથી એડવર્ડ ઈંગ્લંડના મોટા રાજાઓમાં ખપે છે.
એડવર્ડના સુધારા-યુરેપમાં કાયદાઓનું એકીકરણ (Codification) કેમ થાય છે તે એડવર્ડ જાતે જોયું હતું. વળી આ જમાનામાં આપણે ઉપરના પ્રકરણમાં જોઈ ગયા તેમ કાયદાને અભ્યાસ ઘણું વિદ્વાન લોકો કરતા હતા તેથી એડવર્ડ આ લોકોના વિચારે ને સલાહ પ્રમાણે ઈંગ્લંડના કાયદાઓને સુધાર્યા, છુટાછવાયા કાયદાઓને એકત્રિત કર્યા, ને કેટલાક નવા ધારાઓ ક્ય. એડવર્ડના અમલ દરમ્યાન કાયદા ઉપર સંગીન સાહિત્ય બહાર પડયું. આ સુધારાઓથી રાજાની ને બૈરની અદાલતેના અધિકારે સ્પષ્ટ થયા ને બૅરની અદાલતે વધારે અધિકાર જમાવી શકી નહિ. રાજાએ હરામખોર અમલદારને કાઢી મૂક્યા ને પોલિસખાતાને મજબુત બનાવી લુચ્ચા, બંડખોર ને ધાડપાડુ લોકોને દબાવી દીધા. એડવર્ડ રાજ્યનું ઉત્પન્ન વધાર્યું ને વેપારને ઉત્તેજન આપી પ્રજાની આબાદી પણ વધારી. વેપારીઓનું લેણું સરળ રીતે વસુલ થાય, ને પરદેશીએ ઈગ્લડમાં વસે ને સારે વેપાર ખેડે, એ હેતુથી તેણે દેવાના ને જગતના ધારાઓમાં પણ સુધારે કર્યો. ઇટલિના સાહુકારોને ઈંગ્લંડમાં વસવા દઈ એડવર્ડ સરાણીના ધંધાને પણ ઉત્તેજન આપ્યું. પણ યહુદી લોકોને તેણે ઘણું સતાવ્યા. આ બધા સુધારા ઈ. સ. ૧૨૮૦ સુધીમાં થયા. તે સાલમાં પવિત્ર, ભલી ને માયાળુ રાણી ઈલીનર મરી ગઈ. તે રાણી ઘણી નસીબદાર હતી, કારણ કે તેના મરણ પછી રાજા પણ દુ:ખી થઈ ગયો; છતાં સુધારા તે ચાલુ જ રહ્યા. એડવર્ડ લશ્કરી તાલીમમાં નવું ઘેરણ દાખલ કર્યું. તેણે વેઈલ્સના