________________
૪૩
જોઈ ગયા. એ સૈકામાં મેટા મોટા ધારાશાસ્ત્રી થયા. તેમણે લોકોને કાયદાને તાબે રહેતાં શીખવ્યું ને જુના ને જેમ તેમ પડેલા નિયમાને એક કરી કાયદાને સર્વમાન્ય ને સર્વગ્રાહ્ય બનાવ્યે. અલબત, એ વખતની અદાલતામાં રૂશવત બહુ ચાલતી; પોલિસ પણુ જુલમી, લાલચુ ને નબળી હતી; છતાં ધીમે ધીમે રાજા પ્રજાને કાયદાની અદાલતોની ને સારી પેલિસની ઉપયેગિતા સમજાતી ગઈ. આ સાથે લોકેામાં કેળવણી વધતી જતી હતી. તેરમા સૈકામાં ઈંગ્લેંડમાં ધણા મઠો સ્થપાયા. આ મઠના સાધુએ લોકોને ધર્મના ઉપદેશ આપતા, ભણાવતા, વૈદકના ધંધા કરતા, વેપારીઓનું નાણું. સાચવતા, ગરીમાની નજર રાખતા, ને જુલમી રાજાઓને દબાવતા. આ સૈકામાં ઑકસફર્ડ ને કેબ્રિજનાં વિદ્યાપીઠે–યુનિવર્સિટિ (Universities) સ્થપાયાં. તેમની ખ્યાતિ આખા યુરોપમાં પ્રસરી. ત્યાં રાજ્યનીતિશાસ્ત્ર, ધર્મ, સાહિત્ય, વગેરેના અભ્યાસ થતા. તેમાંના વિધાર્થીએ યુરેાપમાં પણ વિદ્વાને માં ખપવા લાગ્યા. રૅાજર્ એકન નામના વિદ્વાન વિજ્ઞાની–સાયંટિસ્ટઆ જમાનામાં થઈ ગયા. કળામાં પણ રૂપાંતર થયું: બારમા સૈકાની કળા ધણી સાદી હતી; તેરમા સૈકાની કળામાં વિવિધપણું, ઝીણવટ, સગવડ, વગેરે લેવામાં આવ્યાં. ઇંગ્લંડ આ વેળા ખેતીના દેશ હતા. દરેક ગામમાં જરૂર પડતી ચીજો મળી શકતી. કાચા માલ બહાર જતા. વણાટકામ, રંગકામ, લોઢું બનાવવાની કળા, વહાણવટું, એટલા હુન્નર અંગ્રેજો સ્હેજ સ્હેજ જાણતા. બૅરનના કિલ્લા ( Manor )માં ધરગથુ ચીજોની પેદાશ થતી. ધરમાં ટેબલખુરસી,. શેતરંજી કે એવું અત્યારે વપરાતું રાચરચીલું જરા પણ જોવામાં આવતું નહિ. રાજાના મહેલમાં પણ એવી વસ્તુએ સંધરાતી નહિ. એક એરડામાં કુટુંબનાં બધાં માસા સુઈ રહેતાં તે લખતાં વાંચતાં કાઇકને જ આવડતું. તે સૈકામાં આપણા હિંદુસ્તાન દેશની સ્થિતિ ઈંગ્લેંડ કરતાં ધણી સારી કહેવાય.
પહેલા એડવર્ડ, ઇ. સ. ૧૨૭૨–૧૩૦૭.—જ્યારે ત્રીજો હેનરિ મરી ગયા ત્યારે ગાદીના વારસ એડવર્ડ સિસિલિમાં હતા; પણ તેના હક વિષે કાઇએ વાંધા ઉડાવ્યા નહિ તે તેની બે વર્ષની ગેરહાજરી દરમ્યાન. રાજ્યતંત્રમાં કશી મુશ્કેલી પડી નહિ. નવા રાજા જુવાનીમાં હતા. તેનું ચારિત્ર્ય તદ્દન દ્વેષ વિનાનું હતું. મજબુત ને કસરતી
શરીરે તે એકદમ