________________
૩૭ આપી. બરનેએ હવે રાજા પાસે પહેલા હેન રિના ચાર્ટર–વચને–ને તાજ કરવાની માગણી કરી. દરમ્યાન રાજા કાંસમાં હારી ગયો તેથી તે લાચાર બની ગયે, જુલાઈ, ઈ. સ. ૧૨૧૪. ઉત્તર પ્રદેશના બેરને સામે થયા. તેમણે રાજા પાસેથી એગ્ય શરતે કરાવવા પરસ્પર સેગંદ લીધા ને લંડનમાં આવી રાજાને છેવટને સંદેશે કહેવરાવ્યું. પ્રજા ëન તરફ નહોતી. બેરને લશ્કર સાથે લંડનમાં દાખલ થયા. રાજ્યતંત્ર આપ્યું તેમના તરફ વળી ગયું. લાચારીથી જહેને રનિમિડ (Runnemede) પાસે ઈ. સ. ૧૨૧૫ના જુનની સાતમી તારીખે મેગ્ના ચાર્ટ ઉપર પોતાની સહી આપી–જહનને આ ત્રીજો પરાજય હતે.
મૅગ્ના ચાર્ટી–મેગ્ના ચાર્ટીની ૬૩ કલમેમાંની ઘણી ખરી કલમો પહેલા હેન રિએ આપેલા ચાર-હકપત્ર (Charter) ને મળતી આવે છે. રાજા પાસેથી ચાર્ટર કઢાવનાર બેરને સ્વાર્થી ને સામાન્ય શક્તિના હતા એ બાબત ખરી છે, છતાં જહોને જે ચાર્ટર ઉપર સહી કરી આપી તે ચાર્ટરમાં અંગ્રેજ પ્રજાના તમામ વર્ગોના હકે સંબંધી પણ કેટલેક સ્થળે વર્ણન કરવામાં આવ્યું છે. એ કારણથી મેગ્ના ચાર્ટ બ્રિટિશ સ્વતંત્રતાના ઈતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. રાજાએ આટલી બાબતેનાં વચન આપ્યાં(૧) લોકોને ગુન્હાઓથી વધારે દંડવા નહિ. (૨) બેગ્ય અદાલતમાં અને તે પણું પંચની મદદ વડે જ લેકોને ન્યાય કરે. માત્ર શક ઉપરથી ને સાક્ષી વગર કોઈ માણસને પકડે નહિ. (૩) ઈન્સિાફ ચેખે, પ્રમાણિક, એકદમ, ને નિયમસર આપે. (૪) ચર્ચના તમામ જુના હકે એમને એમ રાખવા. (૫) લંડનના હકોને કાયમ રાખવા. (૬) રાજાની અદાલતે એ બંનેની અદાલતેના કામકાજમાં વચ્ચે આવવું નહિ. (૭) Curia Regis–ક્યુરિઆ રેજિસની મારફત કર વગેરે નાખવા. (૮) કોઈ અંગ્રેજની મિલક્ત ઉપર રાજા ગેરકાયદેસર હાથ નાખે નહિ. (૯) કોઈ વેપારી કે ખેડુત પાસેથી તેના ગુજરાતનું સાધન રાજા લઈ શકે નહિ. આ સિવાય મૅગ્ના ચાર્ટીમાં વારસો, શિકાર, જંગલ, તેલ, માપ, પરદેશીઓની આવજા, વગેરે સંબંધી પણ ઘણું કલમ ઉમેરવામાં આવી હતી. તેમની ઉપયોગિતા અત્યારે હવે કાંઈ નથી એટલે અહિં તેમના સંબંધી કાંઈ લખવામાં આવ્યું નથી.