________________
૪૪૬
ઇતિવાયા
દરેક દેશને મુશ્કેલીઆ હાય છે. મુશ્કેલી વગરના કયા નસીબદાર દેશ હશે? ઈંગ્લંડને પણ અનેક મુશ્કેલી નડી છે, પણ એ તમામ મુશ્કેલીઓની પાર જઈ તેણે પાતાને માટે પ્રથમ પદ મેળવ્યું છે. ઈંગ્લેંડમાં પ્રથમ નાનાં નાનાં રાજ્યા હતાં. તેઓ ઘણાં વર્ષ પછી એક છત્ર નીચે સુકાયાં. ઈંગ્લેંડ એક છત્ર નીચે આવ્યું ત્યારે તેને સ્કૉટ્લડની અને ફ્રાંસની ખીક રહેતી. સ્કૉટ્લડ સાથે ઈંગ્લંડે એકભાવ સાધ્યા અને ક્રાંસને દબાણુમાં રાખ્યું. એ સિદ્ધ કરતાં ઇંગ્લંડે સેંકડો વર્ષ લીધાં. દરમ્યાન દેશમાં સુવ્યવસ્થિત તે લેાકમતને અનુકૂળ રાજ્યવ્યવસ્થા સ્થપાઈ, રાજકીય વિકાસને અનુકૂળ આર્થિક સંસ્થાઓ થઈ, અને સાહિત્ય વગેરેનો ઉય પણ તે પ્રમાણે થયા. ત્યાર પછી બ્રિટિશ લેાકેા દુનિયાની પ્રજામાં આગેવાની લેતા થયા, તે સ્પેઈન, *માંસ, તે જર્મનિ સાથે હરીફાઈમાં પાર પડ્યા. ઇંગ્લંડે રાજાની કડકાઈ ને અને જોહુકમીને દાખમાં રાખ્યાં. તેણે આયર્લેંડના સવાલને હમણાં જ સંતાષકારક નિકાલ આણ્યા છે. અત્યારે તેના આંતર કાર્યવાહમાં, સામ્રાજ્યના વ્યવહારમાં, તે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટું પરિવર્તન ચાલી રહ્યું છે. ઈંગ્લંડની પ્રજામાં સ્વમાન, નીડરપણું, કુનેહ, અને વ્યવહારકુશળતા છે. તેના આગેવાનેામાં મહત્ત્વાકાંક્ષા છે; તેનું રાજ્યતંત્ર પ્રગતિશીલ છે; તેની સમાજધટના પ્રગતિને અનુકૂળ છે; તે કારણેાથી આ નવી વિટંબણાઓને પણ બ્રિટિશ લોકો પાર પાડી દેશે એમ તેના ઇતિહાસના દરેક અભ્યાસીને વિશ્વાસ રહે છે. માત્ર એટલી જ ઈચ્છા રહે કે જેમ ભૂતકાળમાં ઇંગ્લંડમાં બર્ક તે ફૉસ જેવા સમર્થ, પારકાને દુ:ખે દાઝનારા, પરગજી, અને સ્વતંત્રતાપ્રિય મુત્સદ્દી થઈ ગયા, તેમ ભવિષ્યમાં પણ બ્રિટિશ ટાપુઓના પુત્રા સ્વતંત્રતાપ્રિય, આપખુદ અમલના તિરસ્કાર કરનારા, તે હંમેશાં પ્રગતિને ચાહનારા થાય. યુગેયુગના ઇતિહાસના પૃષ્ઠો ઉપર જે પ્રજા આ દૃષ્ટાંતા મૂકતી જશે તે પ્રજા -અમર રહી જશે.