________________
. બે હજાર વર્ષ અગાઉ દુનિયામાં રોમ શહેરનું સામ્રાજ્ય બ્રિટિશ સામ્રાજ્ય જેટલું મોટું નહિ, તે તેટલું વિવિધ તે હતું જ. તે સામ્રાજ્ય છસો વર્ષ સુધી અખંડ રહ્યું હતું. તે તૂટી ગયું તે પછી પણ તેની કીર્તિ ને તેનું નામ લગભગ એક હજાર વર્ષ સુધી ચાલ્યાં આવ્યાં. એ સામ્રાજ્યનાં યશોગાન રેમન કવિઓએ, મુત્સદીઓએ, ને વક્તાઓએ ખૂબ કર્યા છે. રેમ શહેરે પ્રવર્તાવેલ એક પ્રજાજનની (Citizenship) અને એકચક્રી રાજ્યની ભાવના, તેણે આપેલ સુલેહશાંતિની યાદગીરીઓ, તેના ઈજિનિઅરોએ બાંધેલા ધોરી રસ્તાઓ ને નહેરો, રેમની અદાલતોએ આપેલ ન્યાય, રોમના ધર્મશાસ્ત્રી (Jurists)ઓએ પ્રવર્તાવેલાં ધર્મશાસ્ત્ર, અને રોમ શહેરે સ્થળે સ્થળે ટકાવી રાખેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ટૂંકામાં, રોમ શહેરના સામ્રાજ્યને વાદ યુરોપની, પશ્ચિમ એશિઆની, ને ઉત્તર આફ્રિકાની પ્રજાઓનાં જીવનમાં ઊંડું મૂળ ઘાલી ગયો હતો. બ્રિટિશ સામ્રાજ્ય તેમાં વસતી જુદી જુદી પ્રજાઓને સ્થાનિક સ્વરાજ્યના, જવાબદાર રાજ્યતંત્રના, વ્યવસ્થિત રાજ્યતંત્રના, વ્યક્તિગત સ્વતંત્રતાના, અને પ્રગતિશીલ. કારભારના, પાઠ શીખવ્યા છે. ઈંગ્લંડની પાર્લામેન્ટ સમસ્ત દુનિયાની પાર્લમેન્ટની જનની (Mother of Parliaments)ને સ્થાને મુકાય છે; તેથી ઈંગ્લંડના ઈતિહાસનો દરેક અભ્યાસી એટલી આશા તે રાખી શકે કે તે સામ્રાજ્યની કીર્તિ રામના જેટલી થાય, તેનાં સ્મરણે રેમનાં જેટલાં હોય, તેને હાથે સામ્રાજ્યની જુદી જુદી પ્રજાઓ સામ્રાજ્યના પ્રજાજનોના જેટલી સમાન ભાવનાઓ વિચારે, તેના પ્રજાજનોની માણસાઈ (Individuality)ને વિકાસ થાય, તેનું રક્ષણ થાય, ને તેનાં યશોગાન અત્યારે, ને ભવિષ્યમાં પણ, રેમનાં જેટલાં જ ગવાય.
સમાપ્તિ–બ્રિટિશ લોકોને ઈતિહાસ હવે આપણે પૂરે કર્યો છે. બ્રિટિશ સામ્રાજ્ય ને રોમ શહેરના સામ્રાજ્ય ઉપર હમણાં જ આપણે ઉપર
ડુંએક કહી ગયા. ઈંગ્લેંડનાં સાહિત્યમાં હજુ કોઈ સામ્રાજ્યવાદી સાહિત્યકાર થઈ ગયે નથી એટલી દીલગીરી છે. તેથી આપણે રેમ શહેરનાં