________________
૪૪૪
(૩) ડુમિનિઅને પછી હિન્દુસ્તાન દેશ આવવા જોઇએ. તે કાળક્રમે હુમિનિઅન થશે; છતાં અત્યારે આપણે ડુમિનિઅનના કેટલાક અધિકારો ભોગવીએ છીએ, જેમકે હિંદી સરકાર આંતર રાષ્ટ્રીય મંડળેા (Internationl Institutions)માં, ને Imperial Conference–સામ્રાજ્યની પરિષમાં ડુમિનિઅનેાની માફક પ્રતિનિધિએ મોકલે છે તે તે ડુમિનિઅનેાના પ્રતિનિધિઓ જેટલા અધિકાર ભોગવે છે.
(૪) હિન્દુસ્તાન પછી Crown Colonies–તાબેદાર સંસ્થાનો આવે છે, જેમકે સિલેાન, જિબ્રાલ્ટર, હૉંગકૉંગ,પીજી, અને જામેકા. આ સંસ્થાનાની સરકારે। બ્રિટિશ સરકારની સીધી તાબેદારી ભાગવે છે અને તેમને કાયદાઓ કરવાની તે રાજ્યકારભાર કરવાની સ્વતંત્રતા બહુ આપવામાં આવી નથી, જો કે કેટલેક ઠેકાણે–જેમકે સિલેાનમાં—ધારાસભા હાય છે ખરી.
(૫) રક્ષિત દેશા (Protectorates). તાબેદાર સંસ્થાના પછી રક્ષિત પ્રદેશ આવે છે. આ દેશના આંતર કારભારમાં બ્રિટિશ સરકાર બહુ દરમ્યાન નથી થતી, પણ તેમને પરદેશ સાથેના વ્યવહાર બ્રિટિશ સરકાર સંભાળે છે તેટલા પૂરતી તેમના આંતર કારભારમાં પણ તે દરમ્યાનગીરી કરે છે. ઇજિપ્ત પ્રથમ આ વિભાગમાં આવી જતું; હાલ સુદાન આ વિભાગમાં આવે છે.
(૬) છેવટે Mandated Territories એટલે ઈંગ્લંડની જામીનગીરી ઉપર જેમનું રાજ્યતંત્ર ચાલે છે તેવા દેશેા આવે છે. આ પ્રદેશ હમણાં જ એટલે કે ગયા મહાયુદ્ધ પછીજ ઈંગ્લંડની સરકારને League of Nations–લીગ વ્ નેશન્સ તરફથી સોંપવામાં આવ્યા છે. ઈંગ્લંડની સરકાર આ પ્રદેશના રાજ્યકારભાર માટે તે લીગને જવાબદારી ધરાવે છે તે તે પ્રદેશામાં ઈંગ્લેંડના સામ્રાજ્યના ડુમિનિઅનેાની સરકારને અપાએલા પ્રદેશા પણ આવી જાય છે. આવી રીતે સુપ્રત થએલા પ્રદેશમાં ઇંગ્લંડ પૅલેસ્ટાઇન ને મેસોપોટેમિઆ માટે, દક્ષિણ આફ્રિકા જર્મન સાઉથ-વેસ્ટ આફ્રિકા માટે, તે ઑસ્ટ્રેલિઆ ને ન્યૂઝીલેંડ પૅસિફિક મહાસાગરમાં આવેલા કેટલાક (જર્મન) ટાપુ માટે, જવાબદાર થયાં છે.