________________
૪૪૩
પશુ સરકાર તરફથી સારી મદ મળે છે. આરાગ્યની સંભાળ રાખવા માટે ખાસ પ્રધાન હવે નીમાય છે તે આપણે જોઈ ગયા. કામદારો માટેના પ્રધાનનું ખાતું બેકાર લેાકેાને તે વૃદ્ધ લોકોને મદદ આપે છે; તે ખાણા, કારખાનાં, અંદર વગેરે ઠેકાણે કામ કરતા કામદારાની સલામતી ઉપર દેખરેખ રાખે છે; તે ઉપરાંત કામદારોને તેમના શેઠીઆએ વચ્ચે તકરારાની સમાધાની માટે તે જવાબદાર રહે છે, ને તે જવાબદારી અરાબર સમજાવવા માટે ખાસ અમલદારા રોકે છે.
બ્રિટિશ સામ્રાજ્ય.—ઉપર આપણે બ્રિટિશ ટાપુના વહીવટ જોયા; પણ બ્રિટિશ રાજા ને પાર્લમેંટ બ્રિટિશ ટાપુઓ ઉપરજ નહિ, પણુ દુનિયાના બીજા દેશો ઉપર પણ અત્યારે અમલ કરે છે. બ્રિટિશ સામ્રાજ્યમાં ૪૬,૩૦,૦૦,૦૦૦ માણસા વસે છે ને તેમાં માત્ર સાત કરાડ ગારાઓ છે. આ સામ્રાજ્યમાં જુદી જુદી નાની મેાટી સરકારનાં રાજ્ગ્યા આવેલાં છે. તે બધાંને વહીવટ કેમ ચાલે છે અથવા તે બધાં કયાં કયાં છે તે તપાસવાની અહીં જરૂર નથી. પણ તેમાંની મુખ્ય સરકારા અહીં આપવામાં આવી છે.
(૧) પહેલાં તેા ઈંગ્લેંડ, સ્કૉગ્લંડ ને ઉત્તર આયર્લેંડ આવે છે. તેમનું રાજ્યતંત્ર આપણે ઉપર જોઈ ગયા.
(ર) પછી સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાને આવે છે. તેમનાં નામેા અહીં આપ્યાં છેઃ—ન્યૂફાઉન્ડલૈંડ, ઑસ્ટ્રેલિઞ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેંડ, તે આઇરિશ ફ્રી સ્ટેઇટ (Irish_Free State). આ સંસ્થાના સ્વરાજ્ય ભાગવે છે તે ઈંગ્લંડની સરકાર તેમના વહીવટમાં સામાન્ય રીતે દરમ્યાન થતી નથી. આ સંસ્થાનામાં ઈંગ્લંડની સરકાર ગવર્નર જનરલા મોકલે છે પણ એ ગવર્નર જનરલા સંસ્થાનાની પાર્લમેંટાના કહ્યા મુજબ અમલ કરે છે. કૅનેડાના, તે ઑસ્ટ્રેલિઆના જુદા જુદા વિભાગેા માટે જુદાં તે લગભગ સ્વતંત્ર રાજ્યતંત્રા છે ને તેમના વહીવટ ગવર્ના ને તેમના પ્રધાન કરે છે. આ સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાને Dominions-ડુમિનિઅને કહેવાય છે.