________________
૪૩૮
અધ્યાય છે, પાર્લમેંટના સભ્ય હાય છે અને હાઉસ ઑવ્ કામન્સ કે હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ એ બેમાંથી એક સભામાં બેસે છે. તેના ઉપર મુખ્ય સેક્રેટરિ હાય છે. તે પણ પાર્લમેંટના સભ્ય ને કારભારીમંડળમાં બેસનારા છે. કાયમના સેક્રેટરી પાર્લમેંટમાં બેસી શકતા નથી, તે કારભારીમંડળના સભાસદ હાતા નથી, તે તે ઉત્તરાત્તર ચડતા ચડતા છેવટે કાયમના સેક્રેટરિના હાદા ઉપર આવેલા હાય છે. ખાતાંના અમલદારો તેની નીચે કામ કરે છે ને તેમાંને કાઈ પાર્લમેંટમાં બેસતા નથી. બ્રિટિશ રાજ્યતંત્ર ઉપર એક ગ્રંથ લખનાર કાઈ વિદ્વાન કહેતા ગયા છે તેમ It is not the business of a Cabinet Minister to work his department. His business is to see that it is properly worked.
નીચે બ્રિટિશ કારભારનાં મુખ્ય ખાતાં જણાવવામાં આવ્યાં છે.
૧. તિજોરી ખાતું (The Treasury).—આ ખાતાંના ઉપરી સામાન્ય રીતે મુખ્ય પ્રધાન હેાય છે ને તેના હાદાનું નામ First Lord of the Treasury હાય છે; પણ ખાતાંનું ખરૂં કામકાજ । Chancellor of the Exchequer-ખજાનચી કરે છે. આ ખજાનચીને મદદ કરવા માટે જે અમલદાર રાખવામાં આવે છે તે Finance Secretary to the Treasury કહેવાય છે ને એ બંને જણા કૅબિનેટમાં બેસે છે. તિજોરીખાતાંના કાયમના તે વડા અમલદારના હાદો આ બંને હાદાઓ પછી આવે છે. ખજાનચીનું કામકાજ ધણું અગત્યનું ગણાય છે. ઈંગ્લેંડના તમામ નાણાંવ્યવહાર માટે તિજોરીખાતું જવાબદાર ગણાય છે.
૨. રાષ્ટ્રના સેક્રેડિટર (Secretaries of State).— તિજોરી પછી રાષ્ટ્રના જુદા જુદા સેક્રેટરિએ આવે છે. અત્યારે આવા સાત સેક્રેટરિએ નીમાય છે ને તેમને સાત જુદાં જુદાં ખાતાં સાંપવામાં આવે છે. (૧) Home Office–આંતર કારભાર માટે, (૨) Foreign Office-પરરાજ્યો સાથેના વ્યવહાર માટે, (૩) War Officeયુદ્ધ માટે, (૪) Dominions and Colonial Office-સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાને અને તાબેદાર સંસ્થાના માટે, (૫) India Office