________________
૪૩૬
પણ અનુભવી હોય, તેમને તે સભામાં નીમવામાં આવે છે ને પ્રજા તેમના અનુભવને ને બુદ્ધિને લાભ લઈ શકે છે. ( રાજકીય પક્ષે ઈગ્લેંડને ને તેના સામ્રાજ્યને તમામ કારભાર તેના રાજકીય પક્ષો ઉપર આધાર રાખે છે. ઇલિઝાબેથના વખતથી બે પક્ષ ચાલ્યા આવે છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે ઇંગ્લંડમાં મુખ્ય ત્રણ રાજકીય પક્ષ (Political Parties) ગણાવી શકાય-(૧) કન્ઝર્વેટિવ,(૨)લિબરલ અને (૩)સોશ્યલિસ્ટ. દરેક મતદાર આ ત્રણમાંથી એક પક્ષને હોય છે. દરેક પક્ષ ગામેગામ, શહેરે શહેર, તાલુકે તાલુકે, ને પ્રાંત પ્રાંતે, પિતાનાં મંડળો સ્થાપે છે, અને નાણું ઉઘરાવી વર્તમાનપત્ર, માસિક, વૈમાસિક, વગેરે દ્વારા ને ભાષણો દ્વારા, પિતાના સિદ્ધાંતને પ્રચાર કરે છે અને પ્રજાને પિતાનામાં ભેળવવા તજવીજ કરે છે. કોન્ઝર્વેટિવો વેપાર રોજગારનું રક્ષણ માગે છે, સામ્રાજ્યને વધારવા ઈચ્છે છે, તાજને ને હાઉસ
વુ લૉઝને રાખવા ધારે છે, અને આર્થિક બાબતોમાં રાષ્ટ્રની દરમ્યાનગીરી ઈચ્છતા નથી. લિબરલ સામ્રાજ્યના ભાગ તરફ વિશેષ સહાનુભૂતિ બતાવે છે. તાજનું ને હાઉસ ઑવ્ લૉઝનું માત્ર સમયપૂરતું રક્ષણ ઈચ્છે છે, વેપારરોજગારમાં રક્ષણ નહિ પણ નિરાબાધ છુટી ટકાવી રાખવા ઈચ્છે છે, અને ઉધમ માટે વ્યક્તિસ્વતંત્રતા ઈચ્છે છે. સોશ્યલિસ્ટ આર્થિક બાબતમાં રાષ્ટ્રીય નિયમન ઇચ્છે છે, મૂડીદારોની માલમતા ઉપર કાપ મૂકી ગરીબેને કરને બેજે ઓછો કરવા ધારે છે, દરેક આર્થિક વ્યવહારમાં રાષ્ટ્રના હસ્તક્ષેપ (Interference)ને વધાવી લે છે, હાઉસ ઑવ્ લડ્ઝ તથા તાજની સત્તા તરફ માનથી જોતા નથી, સામ્રાજ્ય તરફ સહેજ બેદરકારી બતાવે છે. ધર્મની બાબતમાં બેપરવા રહે છે, અને ગરીબશ્રીમતના ભેદે જેમ બને તેમ વહેલા દૂર થાય તે જોવા ઈચ્છે છે.
રાજ્યને વહીવટ અમલદારવર્ગ-કારભારીમંડળ પાર્લમેંટના અથવા વધારે સ્પષ્ટતાથી લખવામાં આવે તે પાર્લમેંટના સભ્યોમાં બહુમતિવાળા પક્ષની એક સમિતિ છે. એ મંડળના સભાસદ રાજાની વતી જુદાં જુદાં ખાતાંના મુખ્ય પ્રધાન તરીકે કામ કરે છે પણ તેઓ