________________
૪૩૫
ગુનહાન આરોપ મૂકવામાં આવ્યું હોય છે તે અમીરો સામેની ફરિયાદ સાંભળે છે. ઉપરાંત હાઉસ ઑવ્ કૉમન્સ તરફથી જે લેકો ઉપર ફરિયાદી કરવામાં આવી હોય તે લોકેનું કામ પણ હાઉસ ઑવુ લૉઝમાં ચાલે છે–દાખલા તરીકે, બકિંગહામ જેવા રાજાના પ્રધાને ઉપર હાઉસ ઑવું. કૅમન્સ હાઉસ – લૉર્ડ્સમાં કામ ચલાવ્યું હતું, ને તે જ પ્રમાણે વૉરન હેસ્ટિંસના કારભાર માટે હાઉસ – કૅમસે હાઉસ ઓન્લૉઝમાં તેના ઉપર કામ ચલાવ્યું હતું. હાઉસ ઑવ્ લૉઝ અપીલ સાંભળી શકે ને તે ઉપર 5 ફેસલે આપી શકે. તે માટે હવે તેમાં ચાર ન્યાયાધીશ જિંદગીભર બેસે છે ને અપીલેને નિકાલ તેમની સલાહ પ્રમાણે કરવામાં આવે છે.
હાઉસ આવુ લૉઝનું ખરું પ્રયોજન—ઉપરના વિવેચન ઉપરથી એટલું તે જણાઈ ગયું હશે કે બ્રિટિશ રાજ્યતંત્રમાં ખરી સત્તા હાઉસ ઑવ્ કૉમન્સ ભેગવે છે, અને હાઉસ – લૉઝ ઘણું ઓછી સત્તા વાપરી શકે છે. દેશના ખરા આગેવાને અત્યારે હાઉસ ઑવ્ કોમન્સમાં બેસે છે. સામ્રાજ્યના વ્યવહારનાં મુખ્ય સુત્રો અત્યારે હાઉસ – કોમન્સમાં નક્કી થાય છે. પ્રજા હાઉસ ઑવ્ કૅમન્સ ઉપર પોતાના વિચારના અમલની જવાબદારી મૂકે છે. રાજાની દૃષ્ટિ હાઉસ ઑવ્ કૉમન્સ ઉપર વધારે કરે છે. આખું સામ્રાજ્ય હાઉસ ઑવ્ કૅમન્સના ઉપર અત્યારે નજર ઠેરવે છે; છતાં હાઉસ ઑવુ લૉઝ તદન નિરર્થક નથી. મોટા મોટા લશ્કરી અમલદારે, સામ્રાજ્યના જુદા જુદા ભાગોના ગવર્નરે ને ગવર્નર જનરલે વગેરે, હાઉસ ઑવુ લૉઝમાં જગ્યાઓ મેળવે છે ને તેમને વહીવટી અનુભવ પાર્લમેંટને જુદે જુદે વખતે ઘણે ઉપયોગી થઈ પડે છે. હાઉસ ઑવુ લૉઝ અત્યારે ઈગ્લેંડના રાજ્યતંત્રમાં બહુ અગત્યની સત્તા ધરાવતું નથી તે ખરું છે; પણ તેની પાસે કાયદામાં સુધારાઓ કરાવવાની, ઉતાવળથી જે કાયદાઓ હાથમાં લેવામાં આવ્યા હોય તેમને ઢીલમાં નાખવાની, અને રાજ્યતંત્ર ઉપર દષ્ટિપાત કરવાની સત્તાઓ હજુ છે; ને તે સત્તાઓને બુદ્ધિપૂર્વક ઉપગ જે કરવામાં આવે છે તેમાં રાષ્ટ્રને લાભ જ છે ઉપરાંત જે લોકો હાઉસ ઑવ્ કોમન્સમાં ચુંટાઈ શક્યા ન હોય, જેઓ ગરીબ, વૃહ,