________________
૪૩૪
તે આ નાણાંને લગતા મુત્સદો પરબારા રાજા પાસે સંમતિ માટે લઈ જવામાં આવે છે ને હાઉસ વ્ લૉર્ડ્ઝના વિરાધ તદ્દન નિરર્થક થઈ જાય છે. કાઈ પણ મુત્સદો નાણાંને લગતા છે કે કેમ તે જાહેર કરવાની છેવટની સત્તા હાઉસ વ્ કામન્સના સ્પીકરને આપવામાં આવી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. હાઉસ ઑવ્ લૉર્ડ્ઝની સત્તા ઉપર આવડા મોટા કાપ ઈ. સ. ૧૯૧૧ના કાયદાથી મૂકવામાં આવ્યેા હતેા.
અત્યારે બ્રિટિશ સરકાર લગભગ ૮૨,૫૦,૦૦,૦૦૦ પાંડ દર વર્ષે પ્રજા પાસેથી ઉધરાવે છે. હવે પાર્લમેંટ આવડી મેાટી રકમ એકસામટી કારભારીમંડળના હાથમાં મૂકી દેતી નથી અને તે રકમમાંથી ગમે તેમ ખર્ચ કરવાની સત્તા આપી દેતી નથી. જે જે કાર્ય માટે કારભારીમંડળ પાર્લમેંટ પાસે ખર્ચ માગે છે તે દરેક કાર્ય માટે પાર્લમેંટ જુદું ખર્ચ આપે છે તે તે ખર્ચે અંદાજપત્રમાં બતાવેલા મુદ્દા માટે જ થવું જોઇ એ એમ પાર્લમેંટ હુકમ કરે છે. આ કાર્ય Appropriation કહેવાય છે. પાર્લમેંટે બતાવેલા મુદ્દા પ્રમાણે ખર્ચ કરવામાં આવ્યું છે કે કેમ તે પાર્લમેંટ તરફથી નીમાએલી ઍકાઉન્ટ કમિટિ તપાસે છે, ને કોઈ ભૂલ પકડાઈ જતાં તે વિષેની ખબર તે સંસ્થા તુરત પાર્લમેંટને આપે છે.
કારભારીમંડળ માત્ર ખર્ચ માગી શકે છે; કોઈ પાર્લમેંટના સભ્ય કારભારીમંડળ એટલે તાજની પરવાનગી વગર ખર્ચ માગી શકતા નથી. પાર્લમેંટના સભ્યો ખર્ચ ઘટાડી શકે, પણ તેઓ ખર્ચ વધારી શકે નહિ, તેમ તેઓ ખર્ચ માગી શકે પણ નહિ.
હાઉસ ૉલૉર્ડ્ઝ ન્યાયસભા તરીકે.—હાઉસ વ્ કામન્સની ને હાઉસ વ્ લૉર્ડ્ઝની સત્તા આપણે ઉપર જોઈ. પણ હાઉસ વ્ લૉર્ડ્ઝ પાસે એક ખાસ જુની સત્તા હજુ રહેવા દેવામાં આવી છે. હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ કાઇ વાર અદાલતનું કામ કરે છે. આ કામ એ જાતનું છે: (૧) તે સભા પ્રાથમિક ફરિયાદ સાંભળી શકે છે Original Jurisdiction−ને (૨) તે સભા અપીલ સાંભળી શકે છે. પહેલી સત્તા પ્રમાણે તે અત્યારે જે અમારા ઉપર રાજદ્રોહના ને ફોજદારી