________________
૪૩૩
આ વખતે મુસદાને દરેક શબ્દ સભામાં ચર્ચાય છે ને તે ઉપર વિગતવાર, ચર્ચા થાય છે. જે મુત્સદો આ છેલ્લી કસટીમાંથી પસાર થાય તે પછી સભાએ તેને સંમતિ આપી છે એમ સમજાવું જોઈએ. આવી રીતે એક હાઉસમાંથી પસાર થએલો મુસદો બીજા હાઉસ પાસે જાય છે અને ત્યાં પણ તેને ત્રણ વાર વાંચન થાય છે. છેલ્લા વાંચન વખતે જે બીજા હાઉસે મુત્સદાને સંમતિ આપી હોય તે તે મુત્સદ્દો રાજા પાસે જાય છે ને રાજાની સહી થતાં તે કાયદો ગણાય છે. જે કોઈ મુત્સ હાઉસ ઑવ્ કૅમસે પસાર કર્યો હોય પણ જેને હાઉસ ઓન્લૉઝે બે વર્ષ સુધી સંમતિ ન આપી હોય, તે મુત્સદો ખુશીથી રાજા પાસે જઈ શકે છે ને જે રાજા તેને સંમતિ આપે તે હાઉસ ઑવ્ લૉઝને વિરોધ હોય છતાં તે કાયદો થઈ શકે છે. Private Bills-ખાનગી સત્સદાઓ માટે પાર્લમેટ એક ખાસ સમિતિ નીમે છે ને જે તે સમિતિમાંથી મુત્સદો પસાર થાય તે પછી પાર્લમેંટ તેને હાથમાં લે છે; પણ આમાં ઘણું ખર્ચ થાય છે.
બજેટ–બધા ખાતાંના મુખ્ય અમલદારે પિતાનાં ખાતાંને જોઈતા પૈસાના હેવાલ તિજોરીના અમલદારને મેકલે છે ને તે અમલદાર એ બધા હેવાલ ઉપરથી ખર્ચને અંદાજ કાઢે છે. ખર્ચ કાઢવા માટે જોઈતાં નાણાં કેવી રીતે ઉપજાવવાં એને પણ અંદાજ નીકળે છે. પછી બંને બજેટના રૂપમાં હાઉસ ઑવ્ કૉમન્સ પાસે મુકાય છે. આ વખતે હાઉસ ઑવ્ કૅમન્સ સ્પીકરને રજા આપે છે ને નવા પ્રમુખ ચુંટાઈ બધા સભ્યો સમિતિમાં ગોઠવાઈ જાય છે. ત્યાર પછી તે ઉપર ચર્ચા ચાલે છે જેવી રીતે સામાન્ય મુત્સદાઓ ત્રણ વાર દરેક સભામાં વેચાય છે, તેવી રીતે બજેટના મુદ્દાઓવાળું ફિનન્સબિલ–નાણાંને મુત્સદો પણ દરેક સભામાં ત્રણ વાંચનમાંથી પસાર થાય છે ને પછી રાજાની સંમતિ મળતાં તે કાયદો થાય છે. ખર્ચપૂરતું નાણું કેમ મેળવવું તે માટે હાઉસ ઑવ્ કૅમન્સ ખાસ બેઠક ભરે છે ને એ બેઠકમાં તેને ખાસ નામ Committee of Ways and Means આપવામાં આવે છે. હાઉસ ઑવ્ લક્ઝ, હાઉસ ઑવ્ કૅમસ વિરુદ્ધ જાય,
૨૮