________________
૪૩ર
કરનાર સભ્યને શિક્ષા કરે છે, અને રાજા પાસેથી હાઉસ ઑવ્ કૉમન્સના હકોનું સંરક્ષણ માગે છે. સ્પીકરના કામકાજને સરળ કરવા માટે ખાસ એક ઑફિસ રાખવામાં આવે છે. કઈ પણ મુત્સદો પૈસા સંબંધી છે કે નહિ તે જાહેર કરવાની સત્તા સ્પીકર એકલે ભોગવે છે ને તેને મત બંધનકર્તા ગણાય છે.
પાર્લમેટનું કામકાજ–પાર્લમેંટ રાત્રે પણ ત્રણ વાગ્યાને સુમારે બેસે છે ને ફેબ્રુઆરિથી ડિસેમ્બર મહિના સુધી મળે છે, જે કે એ મુદત દરમ્યાન ઈસ્ટર, વસંતઋતુ, વગેરેના દિવસોએ રજા પાળવામાં આવે છે. પ્રથમ સવાલોના જવાબો આપવામાં આવે છે. ત્યાર પછી કાયદાઓ કરવાનું કામકાજ હાથમાં લેવામાં આવે છે.
બિલ–કાયદાઓ બે પ્રકારે કરવામાં આવે છે. પાર્લામેન્ટ જે કાયદાઓ જાહેર પ્રજા માટે ઘડે છે તે કાયદાઓ સાધારણ જાહેર કાયદાઓ - (Ordinary Public Bilis) કહેવાય છે. જે કાયદાઓ સ્થાનિક ઉપયોગના હોય છે અથવા અમુક વર્ગ માટે કરવામાં આવે છે તે કાયદાઓ Private Buls–ખાનગી કાયદાઓ કહેવાય છે, જેમકે કોઈ ઠેકાણે રેલ્વે કરવા માટે. કોઈ સભ્ય પિતાની જવાબદારી ઉપર કાયદો કરાવવા ઈચ્છે તે Private Member's Bill કહેવાય છે. પાર્ટમેન્ટના કોઈ પણ વિભાગમાં– કૉમન્સમાં કે લૉઝમાં-મુત્સદો દાખલ થઈ શકે છે, ને મુસદો પ્રધાનમંડળ તરફથી કે ગમે તે સભ્ય તરફથી દાખલ થઈ શકે છે. જે મુત્સદાને પસંદગી આપવામાં આવે છે તે પહેલી વાર તે વિભાગમાં વંચાય છે. આ વખતે કોઈ ચર્ચા થતી નથી. ત્યાર પછી તે મુત્સદો છપાય છે. અમુક વખત પછી તે બીજી વાર વંચાય છે. આ વખતે મુત્સદાના સામાન્ય સિદ્ધાંતે માત્ર ચર્ચાય છે; તેની વિગતો તપાસવામાં આવતી નથી. જે હાઉસ એ વખતે પોતાની પસંદગી બતાવે તો તે મુત્સદાનું ત્રીજી વાર વાંચન થઈ શકે છે, પણ તે અગાઉ સમગ્ર સભા તરફથી તેની તપાસ કરવા એક સમિતિ નીમાય છે. આ સમિતિ હાઉસને પિતાનું નિવેદન (Report) કરે છે. આ વખતે હાઉસ કે સભામાં મુત્સદા ઉપર સુધારે વધારો થઈ શકે છે. ત્યાર પછી તેનું ત્રીજું ને છેલ્લું વાંચન થાય છે.