________________
૪૩૦
હુકમ આપે છે. આ માટે ઈગ્લંડ, સ્કૉલેંડ, વેઈન્સ, ને ઉત્તર આયર્લંડના લગભગ ૬૦૦ વિભાગો પાડી નાખવામાં આવ્યા છે. આ દરેક વિભાગ મતદારમંડળ (Constituency) કહેવાય છે ને તેને એક પ્રતિનિધિ મોકલવાને હક આપવામાં આવ્યા છે. કેટલાક વિભાગ બે પ્રતિનિધિઓ મેકલી શકે છે. દરેક વિભાગમાં રાજકીય પક્ષે-લિબરલ, કૉન્ઝર્વેટિવ, ને લેબર અથવા સોશ્યલિસ્ટ પક્ષ નાં મંડળે હોય છે ને તે મંડળો પિતાના પ્રતિનિધિઓનાં નામે ધોરણસર શરિફને ને મેયરને મોકલે છે. જે એક જ નામ મૂકવામાં આવે તે વરણી થતી નથી. જે વધારે નામે મૂકવામાં આવે તે વરણી થાય છે ને જે ઉમેદવાર બહુમતિ મેળવે છે તે ચુંટાય છે.
દેવાળીઆઓ, ચિત્તભ્રમના રોગવાળાઓ, ને ઇંગ્લંડના ચર્ચના જેઓ પાર્લમેન્ટમાં બેસી શક્તા નથી. ચૂંટણીમાં આવનાર ઉમેદવાર પાસેથી અમુક રકમ અનામત લેવામાં આવે છે; ને જે તે અમુક મતે ન મેળવી શકે તે અનામત મૂકેલી રકમ રાષ્ટ્ર જપ્ત કરે છે. લેભાગુઓ ચુંટણીમાં ન ઉભા રહે તે માટે આ નિયમ કરવામાં આવ્યા છે. સગીર વયના સ્ત્રીપુ, દેવાળીઆ, ને ચિત્તભ્રમથી પીડાતા લોકો માત્ર મત આપી શકતા નથી, તેમના સિવાય લગભગ બધાં સ્ત્રીપુરુષો અત્યારે મત આપી શકે છે.
વરણી માટે સાધારણ રીતે આખા દેશમાં એક જ દિવસ રાખવામાં આવે છે. તે દિવસે મતદારો નિયત કરી રાખેલી જગ્યાએ (Polling Station) જઈ પિતાને મત કોઈ ન જુએ તેમ સરકારે આપેલા કાગળ ઉપર નોંધી આવે છે. પછી આગળથી નીમાએલા અમલદારો શેરિફની કે મેયરની હાજરીમાં તેનાં કાગળીની પેટીઓ ઉઘાડે છે, મતે ગણી કાઢે છે ને બહુમતિ મેળવનાર ઉમેદવારને પ્રતિનિધિ તરીકે જાહેર કરે છે. હાઉસ
વ કૉમન્સમાં અત્યારે આવી રીતે કુલ ૬૭૦ સભ્યો ચુંટાઈને આવે છે. સાધારણ રીતે દર ૭૦,૦૦૦ માણસો દીઠ એક પ્રતિનિધિ ત્યાં બેસે છે. જ્યારે ચુંટણીનું કામ ખલાસ થાય છે ત્યારે રાજા બધાને-કૉમન્સને ને લૉઝને-હાઉસ વુ લૉઝમાં બોલાવે છે ને પિતાનું ભાષણ તેમના બધા સમક્ષ વાંચે છે.