________________
૪૨૯
કર નાખી કાયદાઓ કરે છે, કારભારી મંડળને ને રાજાને નાણું આપી શકે છે, પ્રજા ઉપર કર નાખી શકે છે, ગમે તે પ્રધાનના ઉપર કામ ચલાવી શકે છે, અને કારભારીઓને પ્રશ્નો ને ઉપપ્રશ્નો પૂછી કારભાર વિષે ખબર મેળવી શકે છે.
કિમી
પાર્લમેંટ હાઉસ પાર્લમેંટના બે વિભાગ છે-હાઉસ ઑવ્ કૉમન્સ, ને હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ.
હાઉસ ઑવ્ કૉમન્સ દર વર્ષે નવું હાઉસ ઑવ કૉમન્સ થવું જ જોઈએ; પણ મુદત દરમ્યાન ગમે ત્યારે રાજા કારભારીમંડળની સલાહ પ્રમાણે અથવા આપખુશીથી નવી વરણી (Election) કરવાનો હુકમ આપી શકે છે. પાર્લમેંટને બરખાસ્ત કરવાને, બોલાવવાનો ને રજા આપવાનો અધિકાર રાજાને કે તાજને હોય છે, પણ એ અધિકાર હવે તાજ માત્ર કારભારી મંડળની સલાહ પ્રમાણે વાપરી શકે છે; તેથી વિરુદ્ધ ને આપમુખત્યારીથી ભાગ્યે જ હવે તે અધિકાર તાજથી ઉપયોગમાં લઈ શકાય.
રાજા દરેક કાઊંન્ટ-પરગણું–ના શેરિફને ને કસબા કે શહેર (Borough)-બરના મેયરને હુકમ (Writ) મેકલે છે ને વરણી કરવાને