________________
૪૨૫
જવાબદાર રાજ્યતંત્ર એટલે?— કૅબિનેટ અથવા પ્રધાનમંડળને "વિચાર આપણે કરીએ તે અગાઉ જવાબદાર રાજ્યતંત્રને ખરે અર્થ સમજવાની ખાસ જરૂર છે. જવાબદાર રાજ્યતંત્ર એટલે પ્રધાનમંડળ લેકમતને અનુસરીને કારભાર કરે તેવું રાજ્યતંત્ર. હવે પ્રધાનમંડળ લોકમતને બે રીતે અનુસરી શકે, અથવા તે સમાજ પ્રધાનમંડળ ઉપર બે રીતે અંકુશ રાખી શકે–પ્રધાનની રાજ્યનીતિ ને લોકમત એ બંને વચ્ચે જ્યારે ભેદ માલમ પડે ત્યારે પ્રધાને પોતાની નોકરીઓનું રાજીનામું આપી દે, અને રાજા બીજા પ્રધાનોને નમે. હવે પ્રધાનનું રાજીનામું આપી દેવાની ફરજ લોકોની વતી પાર્લમેટમાં અથવા વધારે સ્પષ્ટ કરીએ તો હાઉસ ઑવ્ કૉમન્સમાં બેસતા લોકોના પ્રતિનિધિઓ પાડી શકે, અથવા લોકો કે પ્રજા પોતે સીધી રીતે પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડી શકે. ઇંગ્લંડમાં બંને રીતે જવાબદાર રાજ્યતંત્રનો અમલ કરાવી શકાય છે. પણ જે પ્રજા સીધી રીતે પ્રધાનને રાજીનામું આપવાની અથવા પિતાના વિચાર પ્રમાણે કારભાર કરવાની ફરજ હંમેશાં પાડે તે કારભાર ઘણો બગડી જાય, તેથી પ્રજા સીધી જવાબદારી પ્રધાને પાસેથી વારંવાર માગતી નથી. એ જવાબદારી પ્રજા હાઉસ ઑવ્ કૉમન્સમાં બેસતા પિતાના પ્રતિનિધિઓ મારફત પ્રધાન પાસેથી હરહંમેશ માગે છે અને તે પ્રતિનિધિઓ પ્રજામતને હાઉસ ઑવ્ કોમન્સમાં બરાબર રજુ કરવા બંધાયા છે.
કૅબિનેટન કારભાર–કેબિનેટ અથવા પ્રધાનમંડળ મારફત ચાલતે ઈંગ્લંડનો કારભાર જુદા જ પ્રકારનો છે. ઇંગ્લંડમાં અત્યારે ખાસ ત્રણ રાજકીય પક્ષો છે-લિબરલ, કૉન્ઝર્વેટિવ, ને લેબર. કેબિનેટના પ્રધાનો હંમેશાં, વિના અપવાદે, ને દરેક બાબતમાં, એક જ પક્ષના હોવા જોઈએ. કારભારની વિગતે પરત્વે તેમના વચ્ચે મતભેદ હોઈ શકે; પણ કારભારનાં મૂળ સૂત્રો ઉપર તે તેઓ બધા એકમત રહેવા જોઈએ. કારભાર ઉપર આવતાં અગાઉ આ લોકો પોતાના વિચારે પ્રજા સમક્ષ મૂકે છે, અને પ્રજાને વચન આપે છે કે જે અમે બહુમતિએ હાઉસ ઑવ્ કૉમન્સમાં ચુંટાઈને જઈશું તે અમે જાહેર કરેલા અમારા પક્ષના પગામ પ્રમાણે અમે દેશને