________________
૪૨૬
કારભાર ચલાવશું. પ્રજાને જે આ પેગામ ગમે તે બહુમતિએ એ પક્ષને હાઉસ – કૉમન્સમાં મોકલે. જે પક્ષ બહુમતિએ હાઉસ ઑવ્ કૉમન્સમાં જાય તે પક્ષના આગેવાને કારભારની તમામ જવાબદારી રાજા પાસેથી સંભાળી લે છે, અને જ્યાં સુધી તેઓ કારભાર ઉપર હોય છે, હાઉસ ઑવું કૉમન્સમાં તેમની બહુમતિ રહે છે, ને પ્રજામત પણ તેમને અનુકૂળ હોય છે, ત્યાંસુધી તેઓ કારભારની તમામ જવાબદારી પિતાને શિર ટકાવી રાખે છે, પિતાના પક્ષના સિદ્ધાંત પ્રમાણે ને પિતે અગાઉ પ્રજા સમક્ષ મૂકેલા કાર્યક્રમ પ્રમાણે ધારાઓ ઘડે છે, પરદેશ સાથે વ્યવહાર રાખે છે, ને ખાતાઓ સંભાળે છે. બધા પ્રધાને એક સાથે કારભાર ઉપર આવે છે ને એક સાથે કારભાર ઉપરથી ખસી જાય છે. દરેક પ્રધાન પિતાના બીજા સાથીઓ સાથે સહકાર કરવા બંધાયો હોય છે. દરેકની જવાબદારી બે જાતની હોય છે. વ્યક્તિગત (Several) ને સમસ્તમંડળગત (Collective). કોઈ પ્રધાન પક્ષના સિદ્ધાંતને છોડી દે, પિતાના સાથીઓને સહકાર આપે નહિ, બેલે કોઈ ને વર્ત કઈ, પિતાના પક્ષની સંમતિ વગર અથવા તેની વિરુદ્ધ કોઈ નવો કાર્યક્રમ ગોઠવે, અથવા તેના પિતાના જ ખાતાં વિષે હાઉસ
ઑવ્ કૉમન્સમાં નિંદાત્મક ઠરાવ પસાર થયો હોય, તો તેને એકદમ પોતાના હેદાનું રાજીનામું આપી દેવું પડે છે. પ્રધાનમંડળના બધા સભાસદો કોઈ આગેવાનને તાબે રહેવા માટે બંધાએલા હોય છે. તેઓ પોતે રાજા સાથે પ્રધાનમંડળની વતી કાંઈ વાટાઘાટ કરી શકે નહિ; તમામ વાટાઘાટ માત્ર આ પ્રમુખ કે મુખ્ય પ્રધાનમંડળની મારફત જ થવી જોઈએ.
કેબિનેટમાં ૨૦-૨૨ કારભારીઓ બેસે છે પણ તેનું ખરું કામકાજ તે ચાર પાંચ મુખીઓના હાથમાં હોય છે. પહેલાં તો કેબિનેટના કામકાજની કશી નોંધ રાખવામાં આવતી નહિ. પણ ગયા મહાયુદ્ધને વખતે લૉઈડ જ્યૉર્જ જ્યારે બંને પક્ષના પ્રધાનમંડળ (Coalition Ministry) ને મુખ્ય પ્રધાન હતા, ત્યારથી કેબિનેટના કામકાજની સેંધ રાખવાનો રિવાજ થયે ને કેબિનેટ માટે એક જુદી ઑફિસ ખોલવામાં આવી. એ રિવાજ હજુ પણ ચાલુ છે. પ્રથમ કેબિનેટમાં થતાં કામકાજનો કોઈ હેવાલ પણ રાખવામાં આવતું નહિ. તે સંબંધી