________________
૪૨૪
કાઉંસિલમાં લે છે. પાર્લમેંટ પિતે આ કાઉંસિલને નિયમો કરવાની, સ્થાનિક મંડળના ઉપર હુકમો મોકલવાની, પરવાનાઓ આપવાની, તપાસણી કરવાની, ને એવી પરચુરણ સત્તાઓ આપે છે. કેટલાંક વહીવટી કામ કરતી વખતે કાઉંસિલના મુખ્ય અમલદાર-કલાર્ક (Clerk) ની સહી લેવી પડે છે.
આવી રીતે આ કાઉંસિલ હજુ પણ કેટલુંક અગત્યનું કામ કરે છે.
પ્રધાનમંડળ (Cabinet).–ઉપર કહ્યું તેમ ઈગ્લેંડને રાજા પહેલાં રાજ્યકારભારમાં પ્રધાનમંડળની સલાહ પૂછતો. આ મંડળ Curia Regis કહેવાતું. આ કાઉંસિલ ટુઅર્ટ રાજાઓના વખત સુધી ટકી. ટુઅર્ટ વંશના રાજાઓને એ સભાના સભાસદોની મોટી સંખ્યાથી કંટાળો આવતાં. તેમણે એમની બધાની સલાહ પૂછવી બંધ કરી, પણ તેમાંથી થોડાએક અનુભવી અને વિશ્વાસુ માણસને માત્ર ખરા કારભાર માટે તેઓ પોતાની પાસે બેલાવતા. બીજા ચાર્લ્સના વખતમાં પ્રીવિ કાઉંસિલને પ્રધાનમંડળ તરીકે ગણવાને ચાલ બંધ થય ને દેશના કારભાર માટે જુદા માણસોને વિશ્વાસમાં લેવામાં આવ્યા. પણ હજુ આ નવા પ્રધાનો પિતાના કારભાર માટે પ્રજાને કે પાર્લમેંટને જવાબદાર નહતા. ઈ. સ. ૧૯૮૮માં જેઈમ્સ પદભ્રષ્ટ થયો ને વિલિયમ ને મેરિ રાજારાણ થયાં, ત્યારે કારભારી મંડળ પાલમેંટને જવાબદાર રહેવું જોઈએ એમ કેટલાએક અંગ્રેજ મુત્સદીઓ માનવા લાગ્યા; ને વૉલપલ, મોટે પિટ ને નાને પિટ, વગેરે પ્રજામતને વશ રહી દેશનો કારભાર કરવા લાગ્યા પહેલા જ્યૉર્જ અંગ્રેજી ભાષા સમજી શકતા નહિ તેથી તેણે કારભારી મંડળના પ્રમુખસ્થાને બેસવાનું બંધ કર્યું. તેના પછીના રાજાઓએ આ રૂઢી ચાલુ રાખી. પરિણામે કારભારીમંડળની બેઠકમાં રાજાની પ્રત્યક્ષ હાજરી બંધ થઈ ગઈ અને કારભારનું બધું નાનું મોટું કામકાજ પ્રધાને પિતે ઉપાડવા મંડ્યા. આ વખત દરમ્યાન દેશમાં બે મોટા રાજકીય પક્ષો પડ્યા-હિંગ ને ટેરિ. પ્રધાને આ બેમાંથી કોઈ એક પક્ષમાં રહેતા ને પોતાના પક્ષના સિદ્ધાંત પ્રમાણે કારભારનાં મુખ્ય સૂત્રે નક્કી કરતા. કાળક્રમે આમાંથી જવાબદાર રાજ્યતંત્ર વિકાસ પામ્યું. એ જવાબદાર રાજ્યતંત્રને આત્મા કૅબિનેટ છે.