________________
૪૨૨
જોઈએ, અને પ્રધાનમંડળના માણસે હાઉસ – કૉમન્સમાં બહુમતિ ધરાવતા પક્ષના માણસો હોવા જોઈએ, તથા તે પ્રધાનમંડળને મુખ્ય પુરુષ મુખ્ય પ્રધાન તરીકે ગણાવો જોઈએ, એ સૂત્ર પાર્લમેન્ટ કઈ કાયદામાં જણાવ્યું નથી; છતાં અત્યારે આ સૂત્ર કાયદા કરતાં પણ વધારે માન્ય ગણાય છે. અહીં તે માત્ર બે દાખલાઓ આપવામાં આવ્યા છે. પણ આખા બ્રિટિશ રાજ્યતંત્રમાં અનુભવને વધારે ભાન અપાય છે અને તેથી જ એમ કહેવાય છે કે બ્રિટિશ રાજ્યતંત્ર કોઈ કાળે અમુક તારીખે ઉત્પન્ન થયું નથી પણ તેને કાળક્રમે વિકાસ થયો છે અને બ્રિટિશ રાજ્યતંત્ર લિખિત નથી પણ તે રાજ્યતંત્ર અલિખિત છે, અને તેમાં જ તેના વિકાસની ખરી ચાવી રહેલી છે. બ્રિટિશ રાજ્યતંત્ર પ્રજામતને અનુસરતું રાજ્યતંત્ર છે. આ બાબત નીચે વધારે સ્પષ્ટ કરવામાં આવી છે.
તાજ–ઈગ્લેંડના રાજ્યતંત્રને અધિષ્ટાતા તાજ છે. ઈગ્લેંડનું તાજ આખા સામ્રાજ્યમાં સાર્વભૌમ સત્તા ધરાવે છે. સામ્રાજ્યની બધી પ્રજાઓ તાજની-ઈંગ્લંડના રાજાની પ્રજાઓ ગણાય છે. તાજની સત્તા સાર્વભૌમ સંસ્થાની જેટલી છે. તાજની સંમતિ વગર કોઈ કાયદો થઈ શકે નહિ; તાજને નામે જ સામ્રાજ્ય લડાઈ જાહેર કરી શકે અથવા કોલકરારે કરી શકે; અદાલતમાં ન્યાય તાજને નામે અપાય છે; બધા રાજ્યતંત્રની સર્વોપરિ સત્તા તાજ પાસે રહે છે; સિક્કાઓ તાજને નામે પડે છે; ગુન્હેગારને સજાની મારી માત્ર તાજ આપી શકે છે, બીજી કોઈ સંસ્થા નહિ; લાયક લોકોને માનચાંદ આપવાની સત્તા પણ તાજને છે; પાર્લમેન્ટને
લાવવાની ને તેને બરખાસ્ત કરવાની સત્તા તાજની છે. ટૂંકામાં, તાજ અથવા રાજા કે રાણી ઈગ્લેંડમાં કુલ સત્તા ધરાવે છે.
આ બધી સત્તા અત્યારે તાજ પિતે બજાવી શકતું નથી; એ સત્તા રાજાના પ્રધાને અત્યારે ભોગવે છે. આખા દેશનું ને સામ્રાજ્યનું રાજ્યતંત્ર રાજાને નામે રાજાના પ્રધાન ચલાવે છે; છતાં રાજા તદન નિરર્થક સત્તાધારી તો નથી. દેશના ને સામ્રાજ્યના આંતર કારભારમાં રાજા હજુ પણ સારી સત્તા ધરાવે છે ને વહીવટની ઘણી નાનીસૂની બાબતમાં પણ રાજા