________________
૪૨૧
બ્રિટિશ રાજ્યતંત્ર
રાજ્યવહીવટની સામાન્ય સંસ્થા.—દરેક સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ રાજ્યમાં ત્રણ પ્રકારની સંસ્થા જોવામાં આવશેઃ (૧) કાયદાઓ કરતી સંસ્થાએ, જેને આપણે ધારાસભા Legislature કહીશું; (૨) કાયદાઓને વસ્તુસ્થિતિને લાગુ કરતી સંસ્થાએ, જેને આપણે અદાલતા, ન્યાયમંદિરો, કે Courts કહીશું; અને (૩) Exeeutiveકાયદાઓના, ધારાધારણાના, અને નિયમાને વહીવટ કરતી સંસ્થાઓ, જેતે આપણે વહીવટી સંસ્થાએ કહીશું.
બ્રિટિશ રાજ્યતંત્ર,—રાજ્યતંત્રના પાયા હંમેશાં ઊંડા હાય છે. કાયદાએ, સનંદે, નિયમા, રાજાપ્રજા વચ્ચે અથવા પ્રજાનાં જુદાં જુદાં અંગેા વચ્ચેના કરાર, વગેરે રાજ્યતંત્રના મુખ્ય પાયાએ કહી શકાય. આ પાયાએ ઉપર બધી ઈમારતનું ચણુતર કરવામાં આવે છે. કોઈ પણ રાજ્યતંત્ર એકદમ ઉત્પન્ન કરી શકાતું નથી. રાજ્યતંત્રના વિકાસ માટે વર્ષોનાં વર્ષો જોઇએ છીએ. માત્ર કાયદા ને નિયમો પ્રમાણે રાજ્યના વહીવટ ચાલતા નથી. અમલદારા કાયદાને ને નિયમેાના પોતાની બુદ્ધિ પ્રમાણે અમલ કરે છે તેથી રાજ્યતંત્રને વિકાસ અમલદારાની આપખુશી ઉપર આધાર રાખે છે. એક વખતના અમલદારની આપખુશી ત્યાર પછીના અમલદારને દૃષ્ટાંતરૂપે કામ લાગે છે, અને અમલદારાના તે રાજ્યતંત્રનાં ખીજાં અંગેના અનુભવો કાળક્રમે રૂઢીરૂપે રાજ્યતંત્રમાં દાખલ થઈ જાય છે. ઘણી વાર આ રૂઢીએ, આ દૃષ્ટાંતા, તે આ અનુભવે કાયદાને નિયમા કરતાં પણ વધારે માન્ય ગણાય છે અને રાષ્ટ્રને વહીવટ આવા અણલખ્યા અનુભવ ઉપર વર્ષો સુધી ચાલ્યેા જાય છે.
બ્રિટિશ રાજ્યતંત્ર આવા અણુલખ્યા (unwritten) અનુભવ ઉપર ધણે ભાગે ચાલે છે. રાજ્યતંત્ર પ્રજાને જવાબદાર હેાવું જોઈ એ એ સિદ્ધાંતને ઈંગ્લેંડના કાઈ માનવી હવે તુચ્છકારતા નથી; પણ એ સિદ્ધાંતને પાર્લામેન્ટ કાઈ કાયદારૂપે પસાર કર્યો નથી. રાજ્યતંત્ર પ્રધાનમંડળ મારફત ચાલવું