________________
૪૧૩
લશ્કરને તેના મારથી ઉડાડી દીધું, ને સો સો ગાઉ સુધી એક કૅસંકરશિઅન સિપાઈ ઉભવા પણ પામ્યો નહિ. ઝાર પાસે માણસોની અખૂટ ભરતી હતી પણ તેની પાસે દારૂગેળે નહોતા ને દારૂગોળા વગર બહાદરમાં બહાદુર સિપાઈઓ પણ શું કરી શકે ? રશિઆને દારૂગોળો કેમ પહોંચાડ એ મોટો સવાલ થઈ પડ્યો. ઉત્તર તરફ તે જર્મનિનું દરિયાઈ સૈન્ય હતું, દક્ષિણે ડાર્ડનેસથી દારૂગોળો પહોંચે ખરા; પણ ત્યાં તુર્કી હતું ને તુક જર્મનિનું મિત્ર હતું, રશિઆને બચાવ અશક્ય હતો.
ગેલિલિ –ઇંગ્લેડથી સર જ્હન હેમિલ્ટન સવા લાખ માણસે લઈ ગેલિલિ (Galipoli)ના દીપકલ્પ ઉપર ઉપડે, પણ તુકને સૂચના મળી ગઈ હતી ને ત્યાંની સરકારે જર્મની મદદથી બચાવકામો તૈયાર કરી લીધાં હતાં; તેથી હૅમિલ્ટન એકદમ નિષ્ફળ ગયો ને ત્યાંથી તેને પાછું વળવું પડયું. આ ચડાઈમાં ઑસ્ટ્રિઆનાં ને ન્યૂઝીલેંડનાં લશ્કરોએ ભાગ લીધો હતો.
સર્વ –સર્વિઆ તે મરણતોલ થઈ ગયું. બબ્બેરિઆ જ્યારે જર્મનિ સાથે મળ્યું, ત્યારે મિત્રરાજ્યોએ ગ્રીક બંદર સૅલૉનિકા Salonica)નો કબજે કર્યો ને ત્યાંથી દુશ્મનને કબજામાં રાખ્યા.
કત-અલ-મારા-ઈરાનના અખાતમાંથી જનરલ ટાઉનશે બગદાદ ઉપર ચડાઈ કરી પણ કુટ (Kut) આગળ તુકને શરણ થવું પડયું. ઈ. સ. ૧૮૧૬–૧૭. રશિઆના લશ્કરે ઉત્તરમાં જે આ વખતે અર્ઝમ સર કર્યું ન હોત તે ટાઉનશેન્ડને ઘણી મુશ્કેલી પડત.
ઇંગ્લંડની તૈયારી દરમ્યાન ઈગ્લંડમાં લૉર્ડ કિચનર ફરજ્યાત ધોરણથી લાખોનું લશ્કર તૈયાર કરતા હતા, લૉઇડ પૅજે હજારે કારખાનાંઓમાં દારૂગેળો તૈયાર કરાવતો હતો, ને કૉન્ઝર્વેટિવ લિબરલેને મંત્રિમંડળમાં દાખલ થઈ મદદ કરતા હતા. કામદારપક્ષના આગેવાનો પણ વગર વિરોધ લડાઈના કામમાં રોકાયા. બ્રિટિશ સામ્રાજ્યના તમામ ભાગોમાંથી હજારો સૈિનિકે મહાયુદ્ધમાં લડવા નીકળી પડ્યા. ઇ. સ. ૧૯૧૬ના જુનમાં લૉર્ડ કિચનર જ્યારે રશિઆ જતો હતો ત્યારે રસ્તામાં તેની સ્ટીમર જર્મન સુરંગ સાથે અથડાવાથી તે ડૂબી મુઓ.