________________
હવે આપણે આ દાવાનળને ટૂંકો ખ્યાલ આપીએ.
મહાયુદ્ધ. ફ્રાંસ ને બેજિમ, ઈ. સ. ૧૯૧૪-૧૬– જર્મનિએ એક સાથે ૩૧,૦૦,૦૦૦ માણસે બેલિજામ સામે મોકલ્યા. બેહિજામ પાસે બે લાખનું લશ્કર તૈયાર હતું. ટૂંક મુદતમાં દુનિયામાં પણ નહિ હોય એવા મજબુત કિલ્લાઓ એક પછી એક જર્મનિએ સર ક્ય. ઇંગ્લેડથી સર જ્હોન ફ્રેંચ ૬૬,૦૦૦ માણસનું નાનકડું લશ્કર લઈ પેરિસ બચાવવા ગયે. પૅરિસ ને ફેંચ લશ્કર વચ્ચે એના ઉપર જર્મને તુટી પડ્યા; જર્મનિની તોપોએ કેર વર્તાવ્ય; અંગ્રેજોએ પૂઠ પકડી. દરમ્યાન જર્મન સરદાર ફેંચ સામે વળે; આ તેની ભૂલ હતી; તુરત જ ફેએ જર્મનોને અટકાવ્યા. માર્ન (Marne) નદી ઉપર ચાર દિવસ સુધી જંગ મો; જર્મનો એઈન (Aisne નદી ઉપર આવી અટકી ગયા. ત્યાં બંને પક્ષ સામસામી ખાઈઓ ખોદી ચાર વર્ષ સુધી પડી રહ્યા. આ ખાઈઓ સ્વિટ્ઝર્લડની સરહદ ઉપરથી તે ઠેઠ ઉત્તરના દરિયા કિનારા સુધી આવી રહી હતી. બેલ્જિઅમને કાંસને ઉત્તર ભાગ જર્મનિના પંજામાં આવી ગયા ને ત્યાં તેના સરદારોએ કાળો કેર વર્તાવ્યો. જર્મનને ચેb (Ypres) લેવું હતું, કારણ કે ત્યાંથી તેઓ સુખેથી બ્રિટિશ ચૅનલના ટાપુઓ ઉપર ને કેલે ઉપર જઈ શકે તેમ હતું; તેથી ચેપ્રે પાસે ત્રણ અઠવાડીઆં સુધી લડાઈ ચાલી; પણ તેમાં અંગ્રેજોની ફતેહ થઈ ઈ. સ. ૧૮૧૪-૧૫. આ રણક્ષેત્ર ઉપર જર્મનોએ નવાં નવા અ ને શો વાપર્યા તેમાં માણસને મૂચ્છમાં નાખનારે એક વાયુ (Gas) પણ હતો. મિત્રરાજ્યોએ આ નવાં મારક સાધન સામે રક્ષણના યોગ્ય ઉપાયો લીધા.
- રશિઆની હાર–પૂર્વમાં રશિઆના ઝારે પૂર્વ પ્રશિઆ ઉપર ચડાઈ કરી, પણ ટાનેનબર્ગ (Tannneburg) પાસે જર્મન સરદાર હિન્ડનબર્ગ તે લશ્કરને સમૂળગું કાપી નાખ્યું. વરસૉના લશ્કર સામે પણ જર્મનોએ સારે બચાવ કર્યો. ઑસ્ટ્રિઆન ગેલિશિઆના પ્રાંત ઉપરની રશિઆની ચડાઈ પણ ઝાઝા વખત સુધી ટકી નહિ, ઈ સ. ૧૮૧૪. ઈ. સ. ૧૮૧પના ઉનાળામાં જર્મન સરદાર વૉન મેકેન્સને (Von Meckensen) રશિઆ ઉપર ચડાઈ કરી, વર્ગોમાં દાખલ થયે, ઝારના