________________
૪૧૧
સિઆમ, ચીન, જાપાન, વગેરે; કારણ કે જેમ જેમ લડાઈ લંબાતી ગઈ તેમ તેમ બ્રિટિશ દરિયાઈ બળને પરિણામે જર્મનિને ખેરાકી મળી નહિ ને તેથી તેની સબમરીના બળે તટસ્થ રાના વેપારને ઘણું નુકસાન પહોંચાડયું.
આ મહાયુદ્ધમાં નાનાં મોટાં થઈને કુલ વીસ રાજ્ય જર્મનિ, ઑસ્ટ્રિઆ-હંગરિ, તુર્કી ને બગેરિઆ સામે લડાઈમાં ઉતર્યા તેમાં કુલ ૫,૮૧,૭૬,૮૦૦ સિપાઈઓ લડ્યા; ૩,૩૫,૦૦,૦૦૦ માણસો ઘાયલ થયા; ૭૭,૮૧,૦૦૦ માણસો માર્યા ગયા, અને ૭૦,૮૦,૫૦૦ માણસા કેદ થયા કે ગુમ થયા.
યુગપલટે –મહાયુદ્ધની થેડીક હકીકત તે આ ઈતિહાસમાં આવવી જોઈએ, કારણ કે તે હકીકત વાંચવાથી આપણને ઘણું શીખવાનું મળે છે. દુનિયાના ઇતિહાસમાં આવું મહાભારત યુદ્ધ કદી થયું નથી. જુની યુદ્ધકળા આ મહાભારત સંગ્રામમાં નાશ પામી ને નવી યુદ્ધકળાને જન્મ થયો. લડાઈનાં મેદાને ઉપર ખેદેલી ખાઈઓમાં રહેતા સિપાઈઓ પાછળ બધાં–રાજા રાણીથી માંડી નાનામાં નાનું બાળક પણ—લડાઈનાં સાધને તૈયાર કરવામાં રોકાયાં અર્થશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓ, કવિઓ, લેખક, વર્તમાનપત્રના અધિપતિઓ, વિદ્યાર્થીઓ, ટૂંઠાં, લંગડાં, આંધળાં કે રેગી માણસે, બધાં, સૌ સૌની શક્તિ પ્રમાણે લડાઈનું જ કામ કરતાં. તેઓ પોતાની સરકારો કહે તેમ ખાતાં, પીતાં, પહેરતાં, રહેતાં, બેલતાં, લખતાં, વાંચતાં, મુસાફરી કરતાં, અને કામ કરતાં. દરેક ઉંમરલાયક ને સશક્ત માણસ સિપાઈ થયો. દરેક સ્ત્રી ને દરેક બાળક ઘેર રહી રાષ્ટ્રના કહેવા પ્રમાણે મદદ કરતાં. મહાભારત સંગ્રામમાં અર્થશાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર, વિજ્ઞાન, વગેરે દરેક અભ્યાસમાં મોટું પરિવર્તન, થઈ ગયું. પચાસ વર્ષની સુલેહના વખતમાં જે ન થઈ શકત તે ચાર વર્ષની નજીવી મુદતમાં થઈ શક્યું, ઉપરાંત યુરોપ, એશિઆ, આફ્રિકા, ને અમેરિકાની તમામ વસ્તુસ્થિતિ ફરી ગઈ. જેમ કુરુક્ષેત્રના યુદ્ધ પછી દ્વાપરયુગ ઉતર્યો ને કળિયુગ બેઠે, તેમ આ મહાભારત સંગ્રામ પછી દુનિયાની સંસ્કૃતિએ પણ જુના યુગમાંથી નવા યુગમાં. પ્રવેશ કર્યો.